અખિલ આંજણા કેળવણી મંડળનો ઉદઘાટન, સ્નેહ મિલન અને દાતા સન્માનનો એક કાર્યકમ યોજાયો

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા ખાતે સત્યમ વિધાલયમાં અખિલ આંજણા કેળવણી મંડળ નો ઉદઘાટન, સ્નેહ મિલન અને દાતા સન્માનનો એક કાર્યકમ જાણીતા ઉદ્યોગપતિ શેઠ શ્રી હરિભાઈ વેલજીભાઈ ચૌધરી અને સાંસદ દીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં સાયરાના રામજી મંદિરના મહંત શ્રી ત્યાગીજી મહારાજના આશીર્વાદ સાથે યોજાયો હતો.જેમાં અમેરિકા-કેનેડા નિવાસી મહેસાણા જિલ્લાના સૌલૈયાના વતની અને ચૌધરી સમાજ ના પ્રમુખ રમણભાઈ આર.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આદ્યસ્થાપક એડવોકેટ હીરાભાઇ એસ.પટેલ અને સંસ્થાના પ્રમુખ સત્યમ એજ્યુકેશન બોર્ડના ચેરમેન ભાનુભાઈ આર. પટેલ, તથા શ્રીમતી જેસિંગબાપા કન્યા વિધાલયના મુખ્ય દાતા અને ખેતી બેન્કના વાઇસ ચેરમેન ફલજીભાઈ પટેલ અને સંસ્થાના પ્રમુખ એડવોકેટ ગોરધનભાઇ પટેલ ઉપરાંતમોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડે સંસ્થાને રૂ.૧૫ લાખની રકમ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવા જાહેરાત કરી હતી