મોરબી દુર્ઘટનામાં ભાજપ સાંસદના ૧૨ સંબંધીઓના મોત
(એજન્સી)મોરબી, મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર બનેલી આ હચમચાવી નાખતી ઘટનામાં ભાજપ સાંસદ મોહન કુંડારિયાના ૧૨ સંબંધીઓના મોત પણ થયા છે.
તો વલી મૃત્યાંક ઝડપથી વધી રહ્યો છે. ઘટનાસ્થળે થલસેના, વાયુસેના, નૌસેના અને એનડીઆરએફની ટીમો રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. ભાજપના સાંસદ મોહનભાઈએ કહ્યું કે, આ દુર્ઘટનામાં મારી બહેનના જેઠ એટલે કે, મારા બનેવીના ભાઈની ૪ દિકરીઓ, ૩ જમાઈ અને ૫ બાળકો ખોઈ દીધા છે. જે અત્યંત દુઃખદ છે.
રાજકોટના સાંસદ મોહનભાઈએ કહ્યું કે આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. હું કાલ સાંજનો અહીં જ છું. ૧૦૦ થી વધારે લોકોની બોડી મળી ચુકી છે. પુલ ખોલવાની પરમિશન ન લેવા મામલા પર તેમણે કહ્યું કે, અહીં કોઈ અધિકારી હાજર નથી. જેમની ભૂલ હશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. મોહન ભાઈ કુંડારિયાએ કહ્યું કે, આ દુર્ઘટનાની સચ્ચાઈ ૧૦૦ ટકા સામે આવશે, કારણ કે આ દુર્ઘટના પર પીએમ મોદી પણ સતત નજર રાખી રહ્યા છે.