Western Times News

Gujarati News

AAP કેન્ડલ માર્ચ કાઢી મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપીઃ ગોપાલ ઈટાલિયા

અમદાવાદ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગઈકાલે મોરબીમાં પુલ તૂટવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે. અત્યારે જે મૃતકોની સંખ્યાના આંકડા આવ્યા છે તે ૧૫૦ કરતાં પણ વધારે છે.

હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને મૃતકોના પરિવારજનોને હું આમ આદમી પાર્ટી વતી સંવેદના વ્યક્ત કરું છું. જેટલા પણ લોકો ઘાયલ છે તે તમામને ભગવાન સ્વસ્થતા અર્પે એવી પ્રાર્થના હું ભગવાનને કરું છું. આ સાથે આજે બે વિશેષ નોંધનીય દિવસ છે.

ભારતના સ્વતંત્રતા સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. હું સમગ્ર દેશવાસીઓને અને ખાસ કરીને જ્યારે સરદાર પટેલ આપણા ગુજરાતી હોય ત્યારે હું સરદાર પટેલ જન્મ જયંતીની શુભેચ્છાઓ પાઠવું છું. તેની સાથે જ સંતપુરુષ જલારામ બાપુની પણ આજે જન્મ જયંતી છે, ત્યારે હું જલારામ બાપાના ભક્ત ગણોને જલારામ બાપાની જન્મ જયંતિની શુભેચ્છાઓ પાઠવું છું.

ગઈકાલે મોરબીમાં જે દુઃખદ ઘટના ઘટી તે દુઃખદ ઘટનામાં સહભાગી થવા માટે, તે દુઃખદ ઘટનામાં સરકારના સહકારી તંત્રને મદદરૂપ થવા માટે, પીડિત વ્યક્તિઓને સાથ આપવા માટે અને એક માણસ બનીને માનવતાની ફરજ બજાવવા માટે, હું

અને અમારા નેશનલ જાેઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને અમારી મોરબીની ટીમ ઘટના સ્થળે હાજર રહી અને જે કંઈ પણ સેવાકાર્ય અમે કરી શકે એમ હતા એ સેવાકાર્યો કર્યા. અમારા આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓએ સેવાકાર્યની અંદર પોતાનું કિંમતી યોગદાન આપ્યું હતું.

હું તેમનો ખુબ ખુબ આભાર માનું છું. હજી પણ રાહતકાર્યનું કામ ચાલુ છે અને અમુક લોકો મળી નથી આવ્યા, ભગવાન તમને મદદરૂપ થાય અને જલ્દીથી લોકો આ દુઃખદ ઘટના માંથી બહાર આવે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.

આમ આદમી પાર્ટીએ ગઈકાલે ર્નિણય કરેલો કે મોરબીની ઘટનામાં જ્યાં સુધી બચાવ કામગીરી સંપૂર્ણ રીતે પૂરી ન થઈ જાય, એક એક વ્યક્તિને જ્યાં સુધી સલામત સ્થળે પહોંચાડવામાં ન આવે, ત્યાં સુધી બિનજરૂરી ચર્ચામાં અમે નહીં ઉતરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.