સુંદરજીવન ચેરીટેબલ ટ્રસ્ટ બોરીયાવી દ્વારા દિકરી મારી લાડકવાયી કાર્યક્રમ યોજાયો
આણંદ તાલુકાના બોરીયાવી ખાતે સુંદરજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિકરી મારી લાડકવાયી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 132 દિકરીઓને ચાંદીના ઝાંઝરનું વિતરણ સંસ્થાના પ્રમુખશ્રી મિનેષભાઇ એસ. પટેલ, સંતરામ મંદિર કરમસદના મહંત પ.પૂ. શ્રી મોરારજીદાસ મહારાજ તેમજ બી.એ.પી.એસ. મંદિર બોરીયાવીના કોઠારી તેમજ સિ.સિ. ફોરમ બોરીયાવીના પ્રમુખ શ્રી રમેશભાઇ શીવાભાઇ પટેલ અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એક પ્રેરણાસ્રોત સન્નારીનું સન્માન સવિતાબેન રમેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના મુખ્ય દાતાના ભાઇભાભીનું સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી મીનેષભાઇ પટેલે દિકરી મારી લાડકવાયી અંગે પ્રવચન આપતાં જણાવ્યું કે જેણે ઘણું દાન કર્યું હોય તેને ઘરે દિકરીનો જન્મ થાય છે. તેમણે દિકરીની પાંચ અવસ્થા અંગે પણ માહિતી આપી હતી અને આગામી વર્ષે લાભપાંચમના દિવસે શૈક્ષણિક કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી.
જેમાં ધો. 5 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 80 ટકા તે તેથી વધુ માર્કસ લાવનારનું સન્માન કરાશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન સંતરામ મંદિર કરમસદના મહંત પ.પૂ. મોરારી દાસજી મહારાજનું સન્માન સંસ્થાના પ્રમુખ મિનેષભાઇ પટેલ, અલ્પેશભાઇ પટેલ, રજનીભાઇ પટેલ અને કિરીટભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
અતિથિ વિશેષ સિ.સિ. ફોરમ બોરીયાવીના પ્રમુખ રમેશભાઇ શીવાભાઇ પટેલનું સન્માન અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહેમાન અશોકભાઇ વી. પટેલ, રાજેશભાઇ આર. પટેલ, નિલેશભાઇ રમણભાઇ પટેલ, નિલેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, બોરીયાવી નગરપાલિકાના પ્રમુખ હિતેન્દ્રભાઇ રાઠોડ, મિલનભાઇ પટેલ, હેમેશભાઇ પટેલ, રજનીભાઇ પટેલ, સવિતાબેન પટેલ, જીજ્ઞેશભાઇ પટેલનું સંસ્થા દ્વારા બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના પ્રખ્યાત ભજન મંડળના ગાયક ચીંતનભાઇ પટેલનો ભવ્ય ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સંતરામ મંદિર કરમસદના મહંત પ.પૂ. મોરારીદાસજી મહારાજે આશિર્વચન પાઠવ્યા હતા. સંસ્થાને માહિતી આપતાં મિનેશભાઇ પટેલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી અમો દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ.
સંસ્થા દ્વારા નિયમિત સુંદર કાંડ, પંખીઓને ચણ, ગાય માતાને ગોળ અને દાણ, દર અમાસે કુતરાઓને દુધ પીવડાવવું. વૃદ્ધાશ્રમમાં સહાય કરવી. વૃદ્ધાશ્રમના વડિલો અને ગામના વડિલોને જાત્રા કરાવવી, ગરમ મોજા, ધાબડા આપવા, મૃત્યું સમયે જરૂરી સ્મશાન કિટ આપવી, સમાજના નિર્બળ બાળકોને શિક્ષણ સહાય આપવી, સુંદરકાંડ કરવા. વિગેરે સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પટેલ કિરીટભાઇ રાવજીભાઇ (ઉપ પ્રમુખ), પટેલ અલ્પેશભાઇ અંબાલાલ, પટેલ દક્ષેશભાઇ નટુભાઇ, પટેલ ચેતન રાજેશભાઇ, પટેલ રજનીકાંત છોટાભાઇ, પટેલ મિરલ મહેન્દ્રભાઇ તેમજ સ્વયં સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.