Western Times News

Gujarati News

માત્ર એક વ્હોટ્સએપ મેસેજ કરીને જીવન વીમા પોલિસી મેળવી શકાશે, આ કંપનીએ કરી પહેલ

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે વ્હોટ્સએપ પર ઉદ્યોગમાં પ્રથમ તાત્કાલિક પોલિસી ઇશ્યૂ કરવાની સેવા શરૂ કરી

~ વ્હોટ્સએપ પર જીવન વીમા ઉત્પાદનોની સંપૂર્ણ સફર (ઓન-બોર્ડિંગથી ઇશ્યૂઅન્સ) પ્રદાન કરનારી ભારતની પ્રથમ જીવન વીમાકંપની ~

મુંબઈ, આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની જીવન વીમા પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ (એબીએસએલઆઈ)એ વ્હોટ્સએપ પર ભારતની પ્રથમ તાત્કાલિક પોલિસી ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે.

એબીએસએલઆઈએ વીમા અરજદારો માટે ભારતનો સૌથી આધુનિક ગ્રાહક અનુભવ પૂરો પાડવા અગ્રણી કન્વર્સેશનલ એંગેજમેન્ટ પ્લેટફોર્મ, મેટા-ઑન્ડ વ્હોટ્સએપ, વિશ્વની પ્રથમ લોકપ્રિય કમ્યુનિકેશન ચેનલ ગપશપ અને ડેટા એનાલીટિક્સ, ઓટોમેશન અને નાણાકીય સંસ્થાઓને નિર્ણય લેવા માટે સૌથી મોટી ડેટા એનાલીટિક્સ, ઓટોમેશન અને નિર્ણય લેવામાં સોલ્યુશન પ્રોવાઇડર કરઝા ટેકનોલોજીસ સાથે જોડાણ કર્યું છે.

એબીએસએલઆઈએ ભારતમાં પહેલી વાર વ્હોટ્સએપ પર તાત્કાલિક પોલિસી ઇશ્યૂ સેવા શરૂ કરી

·         ગપશપ, મેટા-ઑન્ડ વ્હોટ્સએપ અને કરઝા ટેકનોલોજી સાથે જોડાણ

·         વ્હોટ્સએપ પર જીવન વીમા ઉત્પાદનોની સંપૂર્ણ (બોર્ડ પર લેવાથી લઈને ઇશ્યૂઅન્સ) સફર પ્રદાન કરનારી ભારતની પ્રથમ જીવન વીમાકંપની

·         3થી 5 મિનિટમાં બોર્ડ પર લેવાની સંપૂર્ણ પ્રક્રિયા સક્ષમ અને થોડા ક્લિકમાં જીવન વીમો ઓન-બોર્ડિંગની સફરના સમયમાં ઘટાડો

·         બોર્ડ પર લેવામાં ગોટાળા સામે સલામતીની ઇન-બિલ્ટ કામગીરીઓ

એબીએસએલઆઈ ભારતની પ્રથમ વીમાકંપની છે, જેણે વ્હોટ્સએપ પર જીવન વીમા ઉત્પાદનોની સંપૂર્ણ સફર (બોર્ડ પર લેવાથી લઈને ઇશ્યૂ કરવા સુધી) પ્રદાન કરી છે. કરઝા એપીઆઈ સાથે ગપશપનાં કન્વર્સેશનલ જોડાણના સોલ્યુશન્સ કેવાયસી પૂર્ણ કરે છે

અને ક્વોટ જનરેશન, પ્રીમિયમની ચુકવણી અને અંડરરાઇટિંગ જેવી સક્ષમ સેવાઓ રિયલ ટાઇમને આધારે વ્હોટ્સએપ પર સંપૂર્ણપણે પ્રદાન કરે છે. એમાં મોબાઇલ નંબર વેલિડેશન, ફેસ અને નેમ મેચ જેવી કામગીરીઓ પણ સામેલ છે, જે ઇન-બિલ્ટ સીક્યોરિટી ફિચર તરીકે સફર દરમિયાન કોઈ પણ પ્રકારના ગોટાળાની શક્યતાને દૂર કરે છે. અત્યારે આ સેવા એબીએસએલઆઈના હાલના ગ્રાહકોને ઓફર થઈ છે.

આ જોડાણ પર આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી કમલેશ રાવે કહ્યું હતું કે, “દરેક શક્ય ટચ પોઇન્ટ પર અમારા ગ્રાહકોને કસ્ટમાઇઝ કરેલા શ્રેષ્ઠ ઉત્પાદનો અને સેવાઓ  પ્રદાન કરવા અમે સતત પ્રયાસરત છીએ. અત્યારે ગ્રાહક વધુને વધુ ડિજિટલ બની રહ્યો છે

અને વ્હોટસએપ જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોવાથી અમારા માટે અમારા ગ્રાહકો જ્યાં હોય ત્યાં હોવું ફરજિયાત છે. ઉપરાંત વ્હોટ્સએપ પર જીવન વીમાના ઉત્પાદનોની સંપૂર્ણ સફર પ્રદાન કરવાથી વીમો ખરીદવાની પ્રક્રિયા નોંધપાત્ર રીતે સરળ, સલામત અને સાતત્યપૂર્ણ બનશે. આ ટેકનોલોજી સેવ્વી પેઢી વચ્ચે વીમાની પહોંચ વધારવામાં મદદરૂપ થશે.”

આ જોડાણ પર ગપશપના સીઓઓ રવિ સુંદરરાજને કહ્યું કે, “ભારત જેવા ઝડપથી વૃદ્ધિ કરતાં અર્થતંત્રમાં સ્માર્ટફોનની સ્વીકાર્યત મોટા પાયે વધી છે, ત્યાં ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઇડર્સે તેમના ગ્રાહકોને જરૂર પડે ત્યારે સેવા આપવી પડશે. અમને એબીએસએલઆઈને એની પ્રથમ પ્રકારની સંપૂર્ણ વીમા એપ્લિકેશન અને વ્હોટ્સએપ પર ઇશ્યૂ કરવાની સફરમાં મદદ કરવાની ખુશી છે,

જે ભારતીયોને તેમની જરૂરની નાણાકીય સેવાઓ પૂરી પાડવાની સુવિધા આપશે અને એ પણ વ્યક્તિગત સ્પર્શ સાથે. અમને વ્હોટ્સએપ પર સરળ, ઝડપી અને અસરકારક સફરની સુલભતા સાથે વ્યક્તિઓને સક્ષમ બનાવવાની ખુશી છે, જેનો ઉદ્દેશ વીમાપોલિસી માટે ફિઝિકલ અરજી કરવામાં સંકળાયેલા પ્રયાસ અને સમય બચાવશે.”

આ જોડાણ પર કરઝા ટેકનોલોજીસના સહ-સ્થાપક ગૌરવ સંદરિયાએ ઉમેર્યું હતું કે – જ્યારે સતત બદલાતા યુઝરના અભિગમને અપનાવવાની ઝડપથી જરૂર છે, ત્યારે એબીએસએલઆઈનું એક્વિઝિશન ચેનલ તરીકે વ્હોટ્સએપનો ઉપયોગ કરવાનું પગલું નિર્ણાયક રીતે પ્રગતિશીલ છે. અમને આદિત્ય બિરલા ગ્રૂપ સાથે ઓન-બોર્ડિંગ ઓટોમેશન અને અમારા ગાઢ જોડાણ માટે જોડાણ કરવાની ખુશી છે.”

આ નવી પોલિસી એબીએસએલઆઈને થોડા ક્લિક કરીને સરળ પ્રક્રિયામાં ડિજિટલ, પેપરલેસ અને ઝડપી રીતે ગ્રાહકને તાત્કાલિક ઓન-બોર્ડ લેનારી પ્રથમ વીમાકંપની બનાવે છે. આ પરિવર્તનકારક પહેલ એબીએસએલઆઈના ગ્રાહકને 3થી 5 મિનિટમાં બોર્ડ પર લેવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવા સક્ષમ બનાવશે

અને જીવન વીમાની સફરને થોડા ક્લિકમાં પૂરી કરવામાં મદદ કરશે. તાત્કાલિક સંતોષ યુવા પેઢીને તેમની પોતાની રીતે જીવન વીમો ખરીદવા પ્રેરિત કરશે, જે લોકો વચ્ચે વીમાની પહોંચને વધારવાના ઇરડાના વિઝન સાથે સુસંગત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.