Western Times News

Gujarati News

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા ૮ મો સમુહ લગ્ન યોજાશે

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ અને શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ અને વલસાડના ધારાસભ્યની પ્રેરણાથી ૭ સમૂહ લગ્નમાં અત્યાર સુધી ૯૭૧ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્‌યા છે. આગામી ૨૮ મી એપ્રિલના રોજ યોજાનાર ૮ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ૧૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળપ્રમુખ શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ કે પટેલની પ્રેરણા થી અત્યાર સુધીમાં કોળી પટેલ સમાજના નેજા હેઠળ ૭ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.અને અત્યાર સુધીમાં ૯૭૧ દીકરીઓને પરણાવી સુખ રૂપ વિદાય કરેલ છે.

ગુંદલાલ ચોકડી પાસે ખેરગામ રોડ,હેલીપેડ મેદાન ની બાજુમાં, ગુંદલાવ તાલુકા જિલ્લા વલસાડ ખાતે આઠમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન આગામી તારીખ ૨૮/ ૪ /૨૦૨૪ ના રોજ કરવામાં આવ્યું છે. એ બાબતની માહિતી આપવા માટે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી સઘળી માહિતી આપવામાં આવી હતી.

એ અંતર્ગત કોળી પટેલ સમાજ વાડીમાં આગામી સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડનાર ૧૧૧ નવદંપત્તિઓને બોલાવી કન્યાને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડના ધારાસભ્ય અને સમાજના પ્રમુખ ભરતભાઈ કે પટેલ છેલ્લા ૨૦ વર્ષથી સમાજમાં પ્રમુખ છે. એમના નેજા હેઠળ અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઈ રહી છે.

ભરતભાઈ જણાવ્યું હતું કે આઠમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે દરેક નવદંપતી માટે અલગ અલગ મામેરાની વ્યવસ્થા કરી કરિયાવરમાં કન્યાને મંગલસૂત્ર, પાનેતર, ચૂંદડી અને વરને શેરવાની, દુપટ્ટો, મોજડી માળાનો સેટ આપવામાં આવશે. તેમજ કન્યાને ઘરવખરીનો રસોડાનો પૂરો સામાન આપી બ્રહ્મણોની ટીમ દ્વારા વ્યવસ્થિત રીતે મંત્રોચ્ચાર કરી વૈદિક વિદ્યાર્થી કન્યાને પરણાવી સુખરૂપ વિદાય કરવામાં આવશે

સમાજના ઉપપ્રમુખ શશીભાઈએ સમૂહ લગ્નમાં નવદંપતીને સમાજ કલ્યાણ ખાતા દ્વારા મળતા સવલતો વિશે સંપૂર્ણ માહિતી આપી કુવરબાઈનું મામેરુના ૧૨૦૦૦ રૂપિયા અને સાત ફેરા સમૂહ બનતા ૧૨૦૦૦ રૂપિયા મળી કુલ ૨૪૦૦૦ રૂ સહકારી લાભ આપવા માટેની સમજ આપી. કોળીપટેલ સમાજ આ લાભ આપવા માટે કટિબદ્ધ છે તેવી માહિતી સાથે સમજ આપી હતી.

સમાજના મંત્રી રામભાઈ અને સહમંત્રી રોહિતભાઈ એ સમૂહલગ્ન માં ભાગ લેતી વખતે રાખવાની કાળજી તેમજ સમયસર વર કન્યાને હાજર રહેવા માટે જણાવ્યું હતું.સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કન્યાને પાનેતરનું વિતરણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલિત કોળી સમાજના ઉપપ્રમુખ શશીભાઈએ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.