શેરબજારમાં ફુલગુલાબી તેજી, સેન્સેક્સમાં ૪૫૦ પોઈન્ટનો ઉછાળો

મુંબઇ, આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના ૬૦૭૪૬.૫૯ની સામે ૩૧૮.૯૯ પોઈન્ટ વધીને ૬૧૦૬૫.૫૮ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના ૧૮૦૧૨.૨ની સામે ૧૧૮.૫૦ પોઈન્ટ વધીને ૧૮૧૩૦.૭ પર ખુલ્યો હતો.
આજે કારોબારમાં લગભગ દરેક મોટા સેક્ટરમાં ખરીદી જાેવા મળી રહી છે. નિફ્ટી પર જ મેટલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. બેંક, ફાઈનાન્શિયલ, આઈટી અને ફાર્મા શેરોમાં સારી એક્શન છે. ઓટો, રિયલ્ટી અને એફએમસીજી ઇન્ડેક્સ પણ લીલા રંગમાં છે.
હેવીવેઇટ શેરોમાં ખરીદી જાેવા મળી રહી છે. સેન્સેક્સ ૩૦ના ૨૮ શેરો લીલા નિશાનમાં છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૭૮૭ પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે ૬૦,૭૪૭ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૨૨૫ પોઈન્ટ ચઢીને ૧૮,૦૧૨ પર પહોંચ્યો હતો.
યુ.એસ.માં ફેડરલ રિઝર્વની બેઠક પહેલા, રોકાણકારો ખૂબ જ સાવધ દેખાઈ રહ્યા છે, જેની અસર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં જાેવા મળી હતી જ્યાં રોકાણકારોએ જંગી નફો બુક કર્યો હતો. તેના કારણે અમેરિકાના તમામ મુખ્ય શેરબજારોમાં ઘટાડો જાેવા મળ્યો હતો.
ડાઉ જાેન્સ ૦.૩૯% ઘટીને બંધ થયો, જ્યારે ૫૦૦ ૦.૭૫% ઘટીને બંધ થયો.અમેરિકાની જેમ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન વોલેટિલિટી જાેવા મળી છે.
યુરોપના કેટલાક બજારો પાછલા સત્રમાં લાભ પર બંધ થયા હતા, જ્યારે કેટલાકમાં ઘટાડો જાેવા મળ્યો હતો. મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું શેરબજાર ૦.૦૮ ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં ૦.૧૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. જાેકે, લંડન સ્ટોક એક્સચેન્જ અગાઉના ટ્રેડિંગ સેશનમાં ૦.૬૬ ટકા વધવામાં સફળ રહ્યો હતો.
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે ૦.૬૬ ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી ૦.૨૦ ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
હોંગકોંગના બજારમાં ૨.૬૯ ટકાનો જબરદસ્ત ઉછાળો જાેવા મળી રહ્યો છે, જ્યારે તાઈવાનનું બજાર ૦.૬૫ ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાના કોસ્પી પણ આજે ૧.૩૯ ટકા વધ્યા છે, જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં ૦.૭૪ ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે.HS1MS