Western Times News

Gujarati News

ટાટા સ્ટીલના પૂર્વ એમડી જમશેદ જે ઇરાનીનું ૮૬ વર્ષની વયે નિધન

જમશેદપુર, જમશેદ જે ઇરાનીનું સોમવારની મોડી રાત્રે ઝારખંડના જમશેદપુરમાં ટાટા મેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૮૬ વર્ષની વયે નિધન થયું છે. ટાટા સ્ટીલના પૂર્વ એમડી જમશેજ જે ઇરાનીને ભારતના સ્ટીલ મેન તરીકે ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમના પરિવારમાં પત્ની ડેઝી અને ૩ બાળકો છે.

જમશેદ જે ઇરાનીને દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ટાટા સ્ટીલે ટ્‌વીટ કર્યું હતું કે ભારતના સ્ટીલ મેન તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડૉ. જમશેદ જે ઈરાનીના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. ટાટાસ્ટીલ પરિવાર તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. ૮૩ વર્ષીય ઈરાની જૂન ૨૦૧૧માં ટાટા સ્ટીલના બોર્ડમાંથીનિવૃત્ત થયા હતા.

આરોગ્ય મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ ટિ્‌વટ કરીને જમશેદ જે ઈરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ટાટા સ્ટીલના ભૂતપૂર્વ એમડી ડૉ. જે. જે. ઈરાનીના નિધનના દુઃખદ સમાચાર, મને તેમની સાથે ગાઢ સંબંધ રહ્યો છે.

તેઓ એક સક્ષમ પ્રશાસક અને નેતા તરીકે હંમેશા યાદ કરવામાં આવશે, ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે. તેમના કુટુંબના સભ્યોને હિંમત અને શાંતિ આપે.

ઈરાનીએ ભારતીય ઉદ્યોગ, સ્ટીલ બિઝનેસ અને ટાટામાં ચાર દાયકાથી વધુ સમય સુધી નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે ૧૯૬૩માં બ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશન, શેફિલ્ડ ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આસિસ્ટન્ટ ટુ ડિરેક્ટર તરીકે કારકિર્દીની કરી શરૂઆત આસિસ્ટન્ટ ટુ ડિરેક્ટર તરીકે કારકિર્દીની કરી શરૂઆત ૫૪ વર્ષ પહેલા ૧૯૬૮માં ભારત પરત ફર્યા બાદ જમશેદ જે ઈરાની ટાટા સ્ટીલમાં સહાયક તરીકે જાેડાયા હતા. ટાટા સ્ટીલમાં નિયામક(સંશોધન અને વિકાસ) સાથે સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર જમશેદ ૧૯૭૯માં જનરલ મેનેજર બન્યા હતા. તેઓ ૧૯૮૫માં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા.

વર્ષ ૧૯૯૨માં મેનેજિંગ ડાયરેક્ટર બનેલા જમશેદ જે ઈરાની ટાટા સ્ટીલમાં લગભગ નવ વર્ષ (જુલાઈ ૨૦૦૧) સુધી આ પદ પર રહ્યા હતા. યુકે યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી યુકે યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી નાગપુર યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી મેળવનાર જમશેદ ઈરાનીને શેફિલ્ડ યુનિવર્સિટી, યુકે દ્વારા ડૉક્ટરેટનીપદવી પણ એનાયત કરવામાં આવી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.