ઇન્સ્ટાગ્રામ પર વેચાણ કરી રહ્યો હતો યુવક નિકોટીન યુક્ત ઈ-સિગારેટ

ક્રાઇમબ્રાન્ચે ઈ-સિગારેટ વેચતા એક આરોપીની ધરપકડ કરી -નિકોટીન યુક્ત ઈ-સિગારેટ મુંબઈથી મંગાવતો હતો અને
અમદાવાદ, રાજ્યમાં હુક્કાબાર, ઈ-સિગારેટ વેચવા પર પ્રતિબંધ છે. પોલીસ રાજ્યમાં ગેરકાયદેસર ધંધો કરતા લોકો પર સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસના સતત ચેકિંગ અને કાર્યવાહીને કારણે હવે આ મોતના સામાનનો ધંધો ઓનલાઇન શરૂ થઈ ગયો છે.
આવા ગુનેગારો હવે સોશિયલ મીડિયા પર પેજ બનાવી ઈ-સિગારેટ વેચી રહ્યાં છે. પરંતુ પોલીસે કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાજીલ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના ધ્યાને આવ્યું હતું કે કોઈ શખ્સ ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને તેના પર નિકોટીન યુક્ત ઈ-સિગારેટના ફોટો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. આ ઈ-સિગારેટનો ભાવ ૧ હજારથી લઈને ૫ હજાર સુધી હતો.
ગેરકાયદેસર પ્રવૃતિ ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બનીને ઈ-સિગારેટ ખરીદી કરવાનું છટકું ગોઠવીને સાજીલ શેખની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સાજીલ શેખ આ નિકોટીન યુક્ત ઈ-સિગારેટ મુંબઈથી મંગાવતો હતો
અને અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર વેચાણ કરી રહ્યો હતો. ત્યારે વધુ પૂછ પરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીના ગ્રાહકો માંખાસ કરી ને યુવક અને યુવતી સહિત કોફી કોફી શોપ, રેસ્ટોરન્ટના સંચાલકો હતો. આરોપી ઓનલાઇન ઓર્ડર લઈ તેની ડિલિવરી કરતો હતો. હવે ક્રાઇમ બ્રાન્ચે આ ઈ-સિગારેટ ક્યાંથી લાવતો હતો તેની તપાસ કરી છે.