Western Times News

Gujarati News

રાજયમાં નવા ૧૨૭ ફરતા પશુ દવાખાના શરુ કરાશે

૧૨૭૦ ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે, રાજ્યમાં ૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાના યોજના અમલી

ગાંધીનગર, ગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્ય સેવાઓના વિસ્તૃતિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં ૧૨૭ નવા ફરતા પશુ દવાખાનાઓ મંજુર કરવામાં આવ્યા છે. જે રાજ્યના ૧૨૭૦થી વધુ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠાં પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ થશે.

જેથી પશુઓની આરોગ્યમાં વધુ સુધારો થતા દૂધ ઉત્પાદન વધશે અને પરિણામે રાજયના પશુપાલકો ની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે તેમ પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં હાલમાં શહેરી વિસ્તારમાં ૩૭ “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ- ૧૯૬૨”

તથા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે ય્ફદ્ભ- ઈસ્ઇૈં મારફતે વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” દ્વારા રાજ્યના કુલ ૩૧ શહેરોમાં નધણિયાતા પશુઓને ઇમરજન્સી ધોરણે સારવાર આપવામાં આવે છે

જ્યારે ૪૬૦ મોબાઇલ પશુ દવાખાના થકી રાજ્યના ૫૨૯૮ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠા પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારના સફળ અમલીકરણના ધોરણે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફરતા પશુ દવાખાનાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ખરીદી સહિતના કેપિટલ ખર્ચ માટે ૧૦૦ ટકા સહાય જયારે કે એકમો ચલાવવા માટેના ઓપરેશન ખર્ચના ૬૦ ટકા કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા રાજય સરકારન ધોરણે સહાય આપવામાં આવે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અગાઉના ૩૭ “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૬૯૨” તથા ૪૬૦ ફરતા પશુદવાખાના ઓના ધોરણ મુજબ પીપીપીના ધોરણે ય્ફદ્ભ-ઈસ્ઇૈં મારફતે વધુ ૧૨૭ ફરતા એકમો પણ કાર્યરત કરવામાં આવશે.

૧૨૭ નવા ફરતા પશુ દવાખાના માટે કેપિટલ ખર્ચ પેટે રૂ. ૮.૯૮ કરોડ જયારે ઓપરેશન ખર્ચ માટે દર વર્ષે રૂ. ૧૭ કરોડની જાેગવાઈ મંજૂર કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે. કુદરતી અને માનવ સર્જીત આફતના સમયમાં પણ આ એકમો દ્વારા અવિરત સેવાઓ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.