Western Times News

Gujarati News

ચૂંટણીની જાહેરાત પહેલા 12 IPS અધિકારીઓની બદલીના આદેશ

એન એન ચૌધરીને અમદાવાદના ટ્રાફિકને એડિ. કમિશનરની જવાબદારી

ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારના વિવિધ વિભાગમાં બદલીનો દોર યથાવત છે. ચૂંટણીની જાહેરાત પહેલા વધુ એક વાર બદલીનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીની જાહેરાતના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયા છે ત્યારે બદલી અને બઠતીના આદેશોની વણજાર અવિરતપણે ચાલું છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા વધુ ૧૨ IPS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. અગાઉ પણ ગૃહ, મહસૂલ સહિતના વિભાગોમાં બદલીનો ધમધમાટ થયો હતો. ત્યારે વધુ ૧૨ આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે.

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ૧૨ IPS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. એન એન ચૌધરીને અમદાવાદના ટ્રાફિકને એડિ. કમિશનરની જવાબદારી સોંપાઈ છે તેમજ એ જી ચૌહાણને સ્ટેટ પોલીસ એકેડમી કરાઈની જવાબદારી આપવામાં આવી છે. આર ટી સુસરાને હજીરામાં મરિન ટાસ્કફોર્સના બનાવાયા છે. ઉષા રાડાને ગૃપ ૧૧ની જવાબદારી સોંપાઈ છે. મુકેશ પટેલને  ક્રાઈમમાં તરીકે બદલી કરાઈ છે.

પિનાકિન પરમારને સુરતના DCP ઝોન ૩ની જવાબદારી સુપરત કરાઈ છે. બળદેવસિંહ વાઘેલાને અમદાવાદ શહેર ટ્રાફિકમાં DCPની જવાબદારી આપવામાં આવી છે. હેતલ પટેલને સુરત સ્પેશિયલ બ્રાંચના DCP બનાવાયા છે. કોમલ વ્યાસને અમદાવાદ કંટ્રોલરૂમમાં જવાબદારી સોંપવામાં આવી છે. કાનન દેસાઈ અમદાવાદ ઝોન-૪ના નવા DCP ની બદલી કરાઈ છે. ભક્તિ ઠાકર સુરત ઝોન-૧ના નવા DCP બનાવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.