Western Times News

Gujarati News

એકતરફી વિધર્મી પ્રેમી દ્વારા એસિડ ફેંકવાની ધમકી

પ્રતિકાત્મક

યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ ઊભું કરનાર મુખ્ય આરોપી હાલ ફરાર છે, પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

સુરત, સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એકતરફી પ્રેમીની અજીબ જીદ સામે આવી હતી. એકતરફી વિધર્મી પ્રેમીએ યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ ઊભું કરવામાં આવતું હતું. એકતરફી પ્રેમીએ યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા જબરજસ્તી દબાણ કરતો હતો.

યુવતી તેમ ન કરશે તો તેની પર એસિડ ફેંકવા સુધીની ધમકી આપી દીધી હતી.અંદાજે દસ દિવસ પહેલા ડીંડોલી વિસ્તારમાં રહેતી ેંઁજીઝ્ર પરીક્ષાની તૈયારી કરતી યુવતી ટ્યુશન કલાસીસમાંથી પરત ફરી રહી હતી. ત્યારે લબરમુછીયા સઇદ ચુહા અને તેના મિત્રએ યુવતીને પ્રેમસંબંધ રાખવા ધમકી આપી હતી.

યુવતી ટ્યુશનથી ઘરે જઈ રહી હતી દરમિયાન રસ્તામાં તેને ઉભી રાખીને તેના પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. યુવતી સાથે એકતરફી પ્રેમમાં પડેલા સઇદ ચુહા નામના યુવકે તેના એક મિત્ર ધર્મેશ ખલશે સાથે યુવતીને રસ્તા પર ઉભી રાખી ધમકી આપી હતી. પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ ઊભું કર્યું હતું અને જાે તે તેમ ન કરશે તો આવનારા દિવસોમાં તેના મોઢા પર એસિડ ફેંકવા સુધીની ધમકી આપી દીધી હતી.

રસ્તા પર ઉભી રાખીને યુવતીને એસિડ ફેંકવાની ધમકી આપનાર લબરમુછિયાની કરતૂત વિશેની જાણ યુવતીએ પિતાને કરી હતી. તેના પિતાએ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર સીધા જ ડીંડોલી પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી ગયા હતા. પોલીસે યુવતીની આપવીતી સાંભળી તાત્કાલિક લબરમુછીયાઓ સામે ફરિયાદ નોંધી હતી.

પોલીસે ફરિયાદના આધારે બંને શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે એસિડ એટેકની ધમકી આપનાર ધર્મેશ ખલસેને ડીંડોલીમાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે ધમકી આપનાર સઇદ ચુહાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ડીંડોલીમાં પોતાની સાથે પ્રેમસંબંધ બાંધવા માટે દબાણ ઊભું કરનાર વિધર્મી યુવક સઈદ ચૂહા હાલ ફરાર છે. આ અંગે ડીંડોલી પોલીસ મથકના પી.એસ.આઇ હરપાલ મસાણીએ જણાવ્યું હતું કે ફરાર આરોપી સઈદ ચૂહા રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધમાં ચોરી, મારામારી જેવી અનેક ફરિયાદો નોંધાઈ છે.

આ એક પ્રકારે ડીંડોલીનો હિસ્ટ્રી ચિટર છે. પકડાયેલ આરોપી ધર્મેશ ઉર્ફે ધનુ સજ્જન વામન અને સઈદ ચૂહા બંને મિત્રો છે. જાેકે યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ ઊભું કરનાર મુખ્ય આરોપી સઈદ ચૂહા હાલ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.