કાર ડ્રાઈવિંગ શિખવાડવા જતાં કુવામાં ખાબકી ગાડી

બુલઢાણા, મહારાષ્ટ્રના બુલઢાણામાંથી દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક યુવક પોતાની પત્નીને લઈને કાર ડ્રાઈવિંગ શિખવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કારનું સંતુલન ખરાબ થયું અને કાર કુવામાં જઈને ખાબકી. તેનાથી કારમાં સવાર યુવકની પત્ની અને માસૂમ દિકરીનું ડુબી જવાથી મોત થયું છે. આ દુર્ઘટના બાદ પરિવારને બચાવાની કોશિશમાં આવેલા એક યુવકનું પણ મોત થઈ ગયું છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છએ. જાણકારી અનુસાર, જિલ્લાના દેવલગાંવ રાજાના સિક્ષક અમોલ મુરકુટે પોતાની પત્નીને કાર ચલાવતા શિખવી રહ્યા હતા.
કારમાં અમોલની ૭ વર્ષની દિકરી પણ હતી. રસ્તામાં કારનું અચાનક સંતુલન ખરાબ થયું અને પાણીથી છલોછલ ભરેલી કુવામાં જઈને કાર ખાબકી. આ દરમિયાન અમોલે કારની બારીથી છલાંગ લગાવી દીધી. દુર્ઘટનામાં કારમાં બેઠેલી અમોલની પત્ની સ્વાતી અને ૭ વર્ષિય દિકરી કુવામાં ડૂબી ગઈ.
આ ઘટના વિશે જાણકારી મળતા સ્થાનિક નાગરિકોની ભીડ એકઠી થઈ ગઈ. આ દરમિયાન સ્થાનિક યુવકે મા દિકરીને બચાવવા માટે કુવામાં છલાંગ લગાવી દીધી. પણ તેનું મોત થઈ ગયું. ત્યાર બાદ પોલીસને જાણકારી આપવામાં આવી. સૂચના મળ્યા બાદ તાત્કાલિક પોલીસ આવી અને સાંજે ૭ કલાકે ક્રેનની મદદથી દુર્ઘટનાગ્રસ્ત કારને કુવામાંથી બહાર કાઢી. આ ઘટનામાં ઘાયલ અમોલને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે.SS1MS