કોરોના દરમ્યાન ટ્રેનોમાં બંધ કરાયેલી બેડશીટ ફરીથી અપાશે

પ્રી-કોવિડ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવેની 100% ટ્રેનોમાં લિનન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે કોવિડ પહેલાના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલ્વેએ તમામ 139 જોડી ટ્રેનોમાં એટલે કે તેની 100% ટ્રેનોમાં લિનન સિસ્ટમ પુનઃસ્થાપિત કરી છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની મુસાફરી દરમિયાન કોવિડ-19 માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અને કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જો કે, થોડા મહિના પહેલા સેવાઓ સામાન્ય થઈ ગઈ હતી અને આ પ્રતિબંધ હટાવવાની સાથે, પશ્ચિમ રેલવેએ તબક્કાવાર નામાંકિત ટ્રેનોમાં લીનન જોગવાઈ પુનઃસ્થાપિત કરવાનું શરૂ કર્યું.
શ્રી ઠાકુરે માહિતી આપી હતી કે લિનનની યોગ્ય ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે લિનન (બેડશીટ્સ, બ્લેન્કેટ વગેરે)નો પુરવઠો તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો હતો.. કારણ કે નવા લીનન મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી રહી હતી. ટ્રેનોની યાદી પરિશિષ્ટ તરીકે જોડાયેલ છે.