આઇનોક્સ ગ્રીન એનર્જીનો 740 કરોડનો IPO 11 નવેમ્બર, 2022ને શુક્રવારે ખુલશે
પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.61થી રૂ.65 નક્કી થઈ છે, જેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹10 છે
આઇનોક્સ વિન્ડ લિમિટેડની પેટાકંપની આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીસ લિમિટેડ એની ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) 11 નવેમ્બર, 2022ને શુક્રવારે ખોલશે, જેમાં રૂ.740 કરોડ સુધીના ઇક્વિટી શેર ઓફર થશે, જે દરેકની ફેસ વેલ્યુ રૂ.10 છે.
આઇપીઓમાં રૂ.370 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ.370 કરોડ સુધીના વેચાણ માટેની ઓફર સામેલ છે. પબ્લિક ઇશ્યૂ 15 નવેમ્બર, 2022ને ગુરુવારે બંધ થશે.
આઇપીઓની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.61થી રૂ.65 નક્કી થઈ છે. બિડ લઘુતમ 230 ઇક્વિટી શેર અને પછી 230 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. એન્કર રોકાણકાર બિડિંગની તારીખ 10 નવેમ્બર, 2022ને ગુરુવાર રહેશે.
ફ્રેશ ઇશ્યૂમાંથી ચોખ્ખી આવકનો આ રીતે ઉપયોગ કરવાની યોજના છેઃ I. કંપની દ્વારા લીધેલા ચોક્કસ ઋણની સંપૂર્ણ કે આંશિક પુનઃચુકવણી અને/અથવા પૂર્વ-ચુકવણી માટે, જેમાં સીક્યોર્ડ NCDsનું સંપૂર્ણ રિડેમ્પ્શન; અને II. સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો. કંપનીને સ્ટોક એક્સચેન્જીસ પર એના ઇક્વિટી શેરના લિસ્ટિંગના ફાયદા મળશે.
આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીસ લિમિટેડ ભારતમાં એક મુખ્ય વિન્ડ પાવર ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (“O&M”) સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક છે, જેની રચના વર્ષ 2012માં થઈ હતી. કંપની વિન્ડ પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાની O&M સેવાઓ પ્રદાન કરવાના વ્યવસાયમાં સંકળાયેલી છે,
ખાસ કરીને વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (“WTGs”) માટે O&M સેવાઓની જોગવાઈ તથા આ પ્રકારના WTGsમાંથી પાવર ઇવાક્યેશનને ટેકો આપતાં પૂલિંગ સ્ટેશન અને ટ્રાન્સમિશન લાઇન જેવી સામાન્ય માળખાગત સુવિધાઓ માટે. આ લાંબા ગાળાના O&M કોન્ટ્રાક્ટને કારણે સ્થિર વાર્ષિક આવક ધરાવે છે.
આ આઇનોક્સ વિન્ડ લિમિટેડની પેટાકંપની છે, જેની સાથે આ સમન્વય સંબંધ ધરાવે છે અને આઇનોક્સ જીએફએલ ગ્રૂપ ઓફ કંપનીઝનો ભાગ છે. આઇનોક્સ ગ્રીનનો O&M સર્વિસીસ પોર્ટફોલિયો 30 જૂન, 2022 સુધી 2,792 MW વિન્ડ ફાર્મ ક્ષમતા અને 1,396 WTGs સામેલ છે.
30 જૂન, 2022 સુધી એનો O&M કોન્ટ્રાક્ટ્સનો પોર્ટફોલિયો (સંપૂર્ણ O&M કોન્ટ્રાક્ટ્સ અને સામાન્ય માળખાગત O&M કોન્ટ્રાક્ટ બંને સામેલ છે), જે ભારતમાં તમામ આઠ પવન-સંસાધનો ધરાવતા સમૃદ્ધ રાજ્યોમાં પથરાયેલા કુલ 2,792 MW વિન્ડ પ્રોજેક્ટ આવરી લે છે અને સરેરાશ 20 વર્ષથી વધારે પ્રોજેક્ટ લાઇફ બાકી છે. 30 જૂન, 2022 સુધી એના O&M કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત કાઉન્ટપાર્ટીઓમાં સ્વતંત્ર વીજ ઉત્પાદકો (“IPP”) (અંદાજે 72%), સરકારી ક્ષેત્રના સાહસો (“PSU”) (અંદાજે 14%) અને કોર્પોરેટ (અંદાજે 14%) સામેલ છે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, આઇડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને સિસ્ટમેટ્રિક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જીસ – BSE અને NSE પર થશે.