Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગૌરી ખાન ડિઝાઇન્સે લક્ઝરી લીડર ટાટા CLiQ લક્ઝરી સાથે ઇ-કોમર્સ સ્પેસમાં પ્રવેશ કર્યો

Gauri Khan Designs forays into e-commerce space with luxury leader Tata CLiQ Luxury

ભારતનાં પ્રીમિયર લક્ઝરી લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ ટાટા CLiQ લક્ઝરીએ પ્લેટફોર્મ પર એક્લક્લૂઝિવ રીતે બ્રાન્ડ ગૌરી ખાન ડિઝાઇન્સ ઉપલબ્ધ કરાવવા માટે અગ્રણી ઇન્ટેરિઅર નિષ્ણાત અને ડિઝાઇનર ગૌરી ખાન સાથે જોડાણ કર્યું છે. આ લોંચ સાથે ઉપભોક્તાઓ હવે તેમના ઘરો અને ઓફિસની સ્પેસને સુંદર બનાવવા ટાટા CLiQ લક્ઝરી પર ગૌરી ખાનની મનપસંદ ડિઝાઇનોની ખરીદી કરી શકે છે.

વર્ષ 2013માં સ્થાપિત બ્રાન્ડનો જન્મ ગૌરી ખાનના લાંબા સમયના ડિઝાઇનિંગ સ્પેસ માટેના શોખમાંથી થયો હતો. બ્રાન્ડનો ઉદ્દેશ ઇન્ટેરિઅર સાથે સંબંધિત દરેક પાસાં માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનવાનો છે. તેમની ડિઝાઇન ફિલોસોફી તેમના વ્યક્તિત્વ અને કળાનો સમન્વય છે,

જેમાં સુંદર છતાં કલ્પનાશીલ દરેક બાબત પર ભાર મૂકવામાં આવે છે. દેશમાં સૌથી વધુ લોકપ્રિય ઇન્ટેરિયર ડિઝાઇન તરીકે ગૌરી ખાન માટે તેમના ઉત્પાદનોની ઉત્કૃષ્ટ ડિઝાઇન પ્રાથમિકતા છે, જેથી આ ઉત્પાદનો વ્યવહારિક હોવા છતાં સુંદર લાગે છે. બ્રાન્ડનાં ફ્લેગશિપ મુંબઈ સ્ટોરમાં તમામ કેટેગરીઓમાં વિવિધ પ્રકારનાં કાળજીપૂર્વક પીસ જોવા મળે છે. બહોળા વર્ગ સુધી પહોંચવા તથા તેમને પોતાની ડિઝાઇનો અને ક્રિએશન્સ ઉપલબ્ધ કરાવવા બ્રાન્ડ ગૌરી ખાને ટાટા CLiQ લક્ઝરી પર લોંચ થઈને પહેલી વાર ઇ-કોમર્સ સ્પેસમાં પ્રવેશ કર્યો છે.

પ્લેટફોર્મ ગૌરી ખાન ડિઝાઇન્સ સોફ્ટ ફર્નિંશિગ્સ અને એક્સેસરીઝનાં વિસ્તૃત સિલેક્શનની સરળ સુલભતા પૂરી પાડશે, જેમાં રગ્સ, કુશન્સ, બેડ લિનેન્સ, ટ્રે, બ્રેકફોસ્ટ ટ્રે, ગ્લાસવેર, ચીઝ પ્લેટર્સ, આર્ટવર્ક, કોસ્ટર, સ્મોલ સ્કલ્પચર, કેન્ડલ હોલ્ડર, ટેબલ લેમ્પ, સાઇડ ટેબલ, ટ્રોલી, પૉફ વગેરે સામેલ છે. ઉપરાંત ઉપભોક્તાઓ માર્બલ એક્સેસરીઝની રેન્જમાંથી પણ ખરીદી કરી શકે છે, જેમાં ચીઝ પ્લેટર, પ્લાન્ટર, કેન્ડલ સ્ટેન્ડ, આર્ટિફેક્ટ વગેરે સામેલ છે.

આ લોંચ પર ટાટા CLiQ લક્ઝરીના બિઝનેસ હેડ ગીતાંજલી સક્સેનાએ કહ્યું હતું કે, “ટાટા CLiQ લક્ઝરીમાં અમે ઉપભોક્તાઓને તમામ કેટેગરીઓમાં લક્ઝરી ઉત્પાદનો અને બ્રાન્ડ્સ ઓફર કરવા સતત ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પ્લેટફોર્મ પર અમારી હાલની હોમ કેટેગરીમાં ઉત્પાદનોની બહોળી રેન્જ સામેલ છે, જેમાં ડિકોરથી લઈને સર્વ વેર વગેરે સામેલ છે.

અમે અમારી હોમ કેટેગરી મજબૂત કરવા આતુર હોવાથી અમને અમારા પ્લેટફોર્મ પર ગૌરી ખાન ડિઝાઇન્સ એક્સક્લૂઝિવ લોંચ કરવાની ખુશી છે. પ્રતિષ્ઠિત ઇન્ટેરિઅર ડિઝાઇન ગૌરી ખાને ઇન્ટેરિઅલ ડિઝાઈનિંગના ક્ષેત્રમાં પોતાના માટે આગવું સ્થાન ઊભું કર્યું છે અને તેમના ક્રિએશન્સ તેમની વિશિષ્ટ ડિઝાઇન સુંદરતા માટે જાણીતા છે. અમને સમગ્ર દેશમાં અમારાં સમજુ ગ્રાહકોને તેમની સ્પેસને કળાત્મક રીતે બદલવા વિવિધ એક્સેસરીઝમાં ઉત્પાદનો અને સોફ્ટ ફર્નિશિંગ્સના કાળજીપૂર્વક તૈયાર કરેલા સિલેક્શનમાંથી ખરીદી કરવાની તક આપવાની ખુશી છે.”

આ જોડાણ વિશે ઇન્ટેરિઅર ડિઝાઇનર અને પ્રોડ્યુસર ગૌરી ખાને કહ્યું હતું કે, “મને એ જણાવતા આનંદ થાય છે કે, ગૌરી ખાન ડિઝાઇન્સને ટાટા CLiQ લક્ઝરીમાં નવું ઘર મળ્યું છે. ગૌરી ખાન ડિઝાઇન્સમાં અમે સતત ઇનોવેટિવ અને કાળજીપૂર્વક તૈયાર કરેલી ડિઝાઇનો અને ઉત્પાદનો રજૂ કરીએ છીએ,

જે ઉપભોક્તાની સુંદરતાની બદલાતી સમજણને અપીલ કરશે. ટાટા CLiQ લક્ઝરી ભારતનું અગ્રણી લક્ઝરી લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ છે, જે ગ્રાહકો માટે ઓનલાઇન ખરીદીનો રસપ્રદ અને આનંદદાયક અનુભવ આપે છે. આ જોડાણ દ્વારા ગૌરી ખાન ડિઝાઇન્સ હવે સમગ્ર દેશમાં ઉપભોક્તાઓ સુધી પહોંચી શકીશું અને અમારા ઉત્પાદનો તેમને સુલભ થશે, જેઓ તેમની સ્પેસને રિવેમ્પ કરવા આતુર છે. અમે ફળદાયક જોડાણ માટે આતુર છીએ.”

પ્લેટફોર્મ પર ઉત્પાદનોની રેન્જ પર બ્રાઉઝ કરતાં સ્પષ્ટ થાય છે કે, દરેક ઉત્પાદન કુશળતાપૂર્વક ડિઝાઇન કરેલું છે. આ સિઝનમાં તમારી સ્પેસની સુંદરતા વધારો, જે ગૌરી ખાન ડિઝાઇન્સમાંથી ઉત્પાદનો સાથે તમારાં વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. આ ઉત્પાદનો ટાટા CLiQ લક્ઝરી પર ઉપલબ્ધ છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers