મહારાષ્ટ્રની ૭૭૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૧૮ ડિસેમ્બરે મતદાન અને ૨૦ ડિસેમ્બરે મતગણતરી
મુંબઇ, લાંબી રાહ જાેયા બાદ મહારાષ્ટ્રની ૭,૭૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ ગ્રામ્ય સ્તરે આ પ્રથમ મોટી ચૂંટણી છે.
તમામ ગ્રામ પંચાયતો માટે ૧૮મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. ૨૦ ડિસેમ્બરે મતગણતરી થશે. જે ૭,૭૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેમાં કોલ્હાપુર જિલ્લાની ૪૭૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ માટે મતદાર યાદી પણ બહાર પાડવામાં આવી છે.
૩૧ મે ૨૦૨૨ સુધીની યાદી સ્વીકારવામાં આવી છે. કોલ્હાપુર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં ૧, નવેમ્બર મહિનામાં ૪૨૯ અને ડિસેમ્બર મહિનામાં ૪૫ ગ્રામ પંચાયતોનો કાર્યકાળ પૂરો થશે, કાર્યકાળ ખત્મ થતાં જ અહીં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.
કોલ્હાપુરના ૧૨ તાલુકાઓમાં જ્યાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યાં કરવીરમાં ૫૩, કાગલમાં ૨૬, પન્હાલામાં ૫૦ અને શાહુવાડીમાં ૪૯ ગ્રામ પંચાયતો છે. આ ઉપરાંત હાથકણંગલેમાં ૩૯, શિરોલમાં ૧૭, રાધાનગરીમાં ૬૬, ગગનબાવડામાં ૨૧, ગઢિંગલાજમાં ૩૪, આજરામાં ૩૬, ભુદરગઢમાં ૪૪ અને ચાંદગઢમાં ૪૦ ગ્રામ પંચાયત છે.
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ ગ્રામ્ય સ્તરે આ પ્રથમ આટલી મોટી ચૂંટણી થવા જઈ રહી છે. જાે કે, આ ચૂંટણીઓમાં ખૂબ જ સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે. તે સ્થાનિક મુદ્દાઓને આધારે ચૂંટણી લડવામાં આવે છે.
વાસ્તવમાં આવી ચૂંટણીઓમાં પક્ષોને બદલે ઉમેદવારોની પોતાની ઈમેજ અને સંપર્કો ઉપયોગી થાય છે, છતાં રાજ્યના મતદારોના મનને સમજવા અને માહોલ સમજવા માટે આવી ચૂંટણીઓ થર્મોમીટર ગણાય છે. આવી સ્થિતિમાં કોઈપણ પક્ષ આ ચૂંટણીને હળવાશથી લેવી તે ખોટુ સાબિત થઈ શકે છે.
એક મહિનો પણ હજુ પસાર નથી થયો તે પહેલા ૧,૦૬૫ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી શાસક શિંદે અને ભાજપ જૂથને માત્ર ૩૫૨ બેઠક પર જ જીત મળી હતી. આ રીતે સ્પષ્ટ થઈ ગયું હતું કે પરત ફરી રહેલા ચોમાસાના કહેર બાદ સરકારે ખેડૂતોને રાહત આપવા માટે જેટલું કામ કર્યું છે, તેનાથી ખેડૂતો સંતુષ્ટ નથી.Hs1MS