Western Times News

Gujarati News

હાર્દિક પટેલને ટિકિટ મળ્યા પછી અલ્પેશ ઠાકોરની આશાઓ વધી

અમદાવાદ, ભાજપે ૧૬૦ બેઠકો ગુરુવારે જાહેર કરી દીધી છે જેમાં યુવાન અને ભણેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેમાં ક્યાંય અલ્પેશ ઠાકોરનું નામ નથી. સમાજસવકથી નેતા બનેલા અલ્પેશ ઠાકોરને હજુ પણ આશા હશે કે તેમને ટિકિટ મળશે.

તેમના જૂના સાથી અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પાટીદાર આંદોલનમાંથી જન્મેલા હાર્દિક પટેલને પણ તેમના જ વિરમગામ વિસ્તારની ટિકિટ મળી ગઈ છે. ભાજપે જાહેર કરેલા પહેલા લિસ્ટમાં મોટી સંખ્યામાં પાટીદાર અને ઠાકોર ઉમેદવારોનો સમાવેશ થાય છે.

આ વખતે ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારોની પણ સંખ્યા વધુ છે. ગઈકાલની યાદીને જાેતા હજુ ભાજપ મનોમંથન બાદ અલ્પેશ ઠાકોર અંગે કોઈ ર્નિણય લઈ શકે છે. સત્તા પક્ષના સૂત્રો જણાવે છે કે અલ્પેશનું નામ ગાંધીનગર દક્ષિણ અથવા રાધનપુરથી જાહેર કરવામાં આવી શકે છે.

હજુ ભાજપે આ બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી. અલ્પેશ ઠાકોરના વિરોધમાં ગાંધીનગરમાં પોસ્ટર પણ લાગ્યા હતા જેમાં તેમને ગાંધીનગર દક્ષિણ બેઠકના બદલે રાધનપુરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ સાથે તેમને આયાતી ઉમેદવાર પણ ગણાવી દીધા હતા. હાલ ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપનો કબજાે છે અને આ બેઠક પરથી ૨૦૧૨ અને ૨૦૧૭માં શંભુજી ઠાકોર ચૂંટણી જીત્યા છે. આમ આદમી પાર્ટીએ આ વર્ષે આ બેઠક પરથી દોલત પટેલને ઉતાર્યા છે.

અલ્પેશ ઠાકોર OBC મતો પર પ્રભૂત્વ ધરાવે છે અને તેઓ સમાજના ઉત્થાન સાથે જાેડાયેલા હોવાથી તેઓએ રાજકારણમાં એન્ટ્રી કરી સફળતા હાંસલ કરી હતી. તેઓ ઓક્ટોબર ૨૦૧૭માં કોંગ્રેસમાં જાેડાયા હતા અને તેમને રાધનપુર બેઠકની ટિકિટ આપવામાં આવી હતી, તેઓ આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.

તેમણે આ પછી પણ સમાજમાં થતા અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલું જ રાખ્યું હતું. અલ્પેશ ઠાકોર ૨૦૧૯માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા, આ બેઠક પરથી યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ નજીવી સરસાઈથી હારી ગયા હતા.

પોતાની જીતેલી બેઠક ગુમાવ્યા બાદ ફરી તેના પર કબજાે કરવા માટે અલ્પેશ ઠાકોર આતુર હશે, પરંતુ હજુ સુધી એ નક્કી થયું નથી કે તેમને ટિકિટ આપવામાં આવશે નહીં. આજ રીતે ભાજપે ઝાલોદના કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ભાવેશ કટારાના નામની પણ જાહેરાત કરી નથી.

ભાજપે પહેલી વિધાનસભા ચૂંટણીની ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં સૌથી વધુ ૪૦ પટેલ ઉમેદવારો છે, જ્યારે બીજા નંબરે ક્ષત્રિય ૧૯ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બ્રાહ્મણ ઉમેદવારોની સંખ્યા ૧૩ છે અને ઓબીસી ઉમેદવાર ૪૯ છે. જ્યારે બે જૈન ઉમેદવારો પણ છે. ઓબીસીના ૪૯ ઉમેદવારો છે તેમાં ૧૩ ઠાકોર અને ૧૭ કોળી પટેલ ઉમેદવારોનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.