Western Times News

Gujarati News

ઉમરગામમાં રમણભાઈ પાટકરને રીપીટ કરાતા ભાજપ સમર્થકોમાં ખુશીનો માહોલ

રમણભાઈ પાટકરને શુભેચ્છા પાઠવવા વહેલી સવારથી કાર્યકરો, સમર્થકો, વેપારીઓ ઉદ્યોગપતિઓ ઉમટી પડ્યા

(પ્રતિનિધિ) ઉમરગામ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં થતા જ વિવિધ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે હોડ જામી હતી ઉમરગામ તાલુકાની ૧૮૨ વિધાનસભા સીટ માટે પણ ભારતીય જનતા પાર્ટીમાં ૧૮ જેટલા ટિકિટવાંછુઓએ દાવેદારી નોંધાવી હતી

ગઈકાલ સુધી પ્રજામાં ચાલતી અટકળો મુજબ કોને ટિકિટની ફાળવણી થશે તે માટે અવઢવ માં હતા પરંતુ પ્રાપ્ત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે પ્રદેશમાંથી રમણભાઈ પાટકર ઉપર ફોન આવ્યો કે તમારી ટિકિટ ફાઇનલ થઇ છે

આ વાત વાયુવેગે સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ફેલાતા વહેલી સવારથી જ રમણભાઈ પાટકરના નિવાસ્થાને શુભેચ્છકો સમર્થકોની લાઈનો લાગી જવા પામી હતી. ખૂબ જ ઉમળકાભેર ગુલદસ્તા આપી રમણભાઈ પાટકરને ફરી જંગી બહુમતીથી વિજેતા થાઓ એવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે શ્રી રમણભાઈ પાટકરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ તેમજ જિલ્લા અને તાલુકા ના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો

અને તેઓએ જણાવ્યું હતું કે મારામાં પ્રજાએ અને પાર્ટી એ મુકેલા વિશ્વાસ માં હું ખરો ઉતરીશ અને મતદારો કાર્યકર્તાઓ ના સાથ સહકારથી આ વખતે જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરીશ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો .અત્રે ઉલ્લેખનીય છે કે રમણભાઈ પાટકર સાતમી વાર ભાજપના ૧૮૨ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે

અપવાદરૂપ ૨૦૦૨માં ૭૩ જેટલા નજીવા મતોથી તેઓની હાર થઈ હતી પાંચ વાર જંગી બહુમતીથી તેઓ વિજય બન્યા હતા આ પ્રસંગે ઉમરગામ વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ અને વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીના શીર્ષ નેતૃત્વએ રમણભાઈ પાટકર જેવા સિનિયર નેતા ઉપર પસંદગી ઉતારી છે અને રમણભાઈ પાટકરની લોક ચાહના ખૂબ જ વધારે છે

અને તેઓ નાનામાં નાના કાર્યકરો સાથે સીધી રીતે જાેડાયેલા છે જેથી આ વખતે ખૂબ જ જંગી બહુમતીથી તેઓનો વિજય પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરી હતી ઉમરગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિલીપભાઈ ભંડારી એ પણ જણાવ્યું હતું કે ઉમરગામ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ જ મજબૂત છે

અને રમણભાઈ પાટકર દ્વારા ઉમરગામ તાલુકામાં લોકોના પ્રશ્નોને વાચા આપી ખૂબ જ વિકાસના કામો કર્યા છે પાર્ટી દ્વારા તેઓની ફરીથી પસંદગી કરવામાં આવી છે જેથી ગયા વખતની લીડ કરતા પણ ડબલ લીડ આ વખતે રમણભાઈ પાટકર ને મળશે

તેમાં શંકા ને કોઈ સ્થાન નથી આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રી તેમજ અન્ય પદાધિકારીઓ વિવિધ ગામોના સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આખા દિવસ દરમ્યાન સુભેછાઓ નો દોર ચાલુ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.