પત્નીએ માંગી બિરિયાની તો પતિએ આગ લગાવી દિધી, બંનેના મોત
ચેન્નાઇ, લોકો નાની નાની વાતને એટલી મોટી બનાવી દેતા હોય છે કે, જેના લીધે જીવ પણ જતો રહે છે. આવી જ એક ઘટના તમિલનાડુના ચેન્નઇમા આવી છે. અંહી એક પૈકેટ બિરયાનીને લઇને પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો હતો.
ત્યાર બાદ ગુસ્સામાં આવીને પતિએ પત્નીને આગ લગાવી દિધી હતી. પત્ની સળગી રહી હતી ત્યારે તેણે પતીને પકડી લીધો હતો. જેનાથી પતિ પણ સળગી ગયો અને તેનું પણ મોત થઇ ગયુ હતુ.
જાેકે, શરુમાં પોલીસે આ મામલાને સુસાઇડ સાથે જાેડીને જાેઇ રહ્યું હતુ. પરંતુ પદ્માવતી તરફથી સરકારી કિલપોક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન મોત પહેલા આપવામાં આવેલા નિવેદનમાં આ વાતની સ્પષ્ટતા થઇ હતી.
મામલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યુ કે, ૭૦ વર્ષીય કરુણાકરણ અને પદ્માવતી થર્ડ સ્ટ્રીટ, ટૈગોર નગર, અયનાવરમ સઅથિત આવાસ પર એકલા રહતા હતા. જ્યારે તેમના ચાર બાળકો તેમના પરીવાર સાથે શહેરમાં અલગ અલગ જગ્યાએ રહે છે. પોલીસ અનુસાર તપાસ અને તેમના અમુક પાડોશીઓ પાસે જાણવા મળ્યુ હતુ વૃદ્ધ દંપતી ઉદાસ હતા કેમ કે તેમની દેખભાળ કરનાર કોઇ નહોતુ.
તેમના બાળકો ક્યારેક ક્યારેક તેમને મળવા માટે આવતા હતા. તેના લીધે જ તે એક બીજા સાથે લડતા રહેતા હતા. સોમવારની રાતે પાડોશીયોએ પોલીસને જણાવ્યું હતુ કે, દંપતીના ઘરેથી જાેરદાર અવાજ આવતી હતી.
જઇને જાેતા ખબર પડી હતી કે, બંને ખરાબ રીતે બળી ગયા હતા ત્યાર બાદ તેમને તરત જ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. કરૂણાકરણ ૫૦ ટકા જેટલા સળગી ગયા હતા. જ્યારે તેમની પત્ની ૬૫ ટકા સળગી ગયા હતા.
આ અગેની જાણકારી મળતા પોલીસ પણ તરત જ હસ્પિટલ પહોચી ગઇ હતી. આ દરમિયાન પોલીસની પુછપરછમાં પદ્માનતીએ જણાવ્યું હતુ કે, સમોવારની રાતે અંદાજે ૮ વાગે તેના પતિએ રેસ્ટોરન્ટમાથી બિરયાની ખરીદી હતી. અને તે એકલા ખાઇ રહ્યા હતા.
પત્નીએ પુછ્યુ કે તે એકલા બિરીયાની એકલા કેમ ખાઇ રહ્યા છે. અને મારા માટે કેમ કઇ લઇને ના આવ્યા તેન લઇને બંને વચ્ચે ઝગડો થયો ત્યાર બાદ કરુણઆકરણએ કેરોસીને નાખીને પદ્માવતીને સળગાવી દીધી હતી. આગ લાગવાને લીધે પત્ની પદ્માવતીએ તેના પતિ કરુણાકરણને પકડી લીધો હતો. જેના લીધે કરણાકરણ પણ સળગવા લાગ્યા હતા. ત્યાર બાદ બનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ઇલાજ દરમિયાન તેમનું મોત થઇ ગયું હતુ.HS1MS