Western Times News

Gujarati News

AAPના ઈસુદાન ગઢવી દ્વારકા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે

(એજન્સી) અમદાવાદ, આમઆદમી પાર્ટી (આપ)ના મુખ્યમંત્રીપદના ચહેરા-ઈસુદાન ગઢવી રાજયના પ્રસિધ્ધ યાત્રાધા દ્વારકાથી ચૂટણી જંગમાં ઝંપલાવશે. તેમ જાણવા મળ્યુ છે. જાે કે હજુ સુધી આપ’ દ્વારા આને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

ગુજરાત વિધાન સભાની ચૂંટણી જંગ ‘આપ’ના પડકારથી ભારે રસપ્રદ બન્યો છે. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પરંપરાગત રીતે મુકાબલો થતો રહ્યો છે. જાે કે ‘આપ’ ના આક્રમક પ્રચારથી ચૂંટણીનો માહોલ બદલાયો છે અને લાંબા સમય બાદ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે.

આપ’ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા તાજેતરમાં જ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વૉટસઐપ પોલ કરાવવામાં આવ્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને ૭૩ ટકા મત મળતા અરવિંદ કેજરીવાલે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ‘આપ’ના આ સર્વેમાં ઈસુદાન ગઢવી સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે બહાર આવ્યા હતા.

હવે ‘આપ’ના ઈસુદાન ગઢવીને ચૂંટણી લડાવવા માટેના દ્વારકા અને ખંભાળીયા બેઠક પરના પક્ષના અન્ય સર્વેેના રીપોર્ટ મુજબ તેમની તરફેણમાં દ્વારકાના સમીકરણો વધુ પ્રમાણમાં જાેવા મળી રહ્યા છે. એટલે ‘આપ’ના મુખ્યમંત્રીપદના ચેહરા એવા ઈસુદાન ગઢવી દ્વારકાથી ચૂૃટણી લડે એવી પ્રબળ સંભાવનાઓ છે.

દ્વારકાથી ભાજપ દ્વારા પબુભા માણેકને ઉમેદવાર તરીકે ે જાહેર કરાયા છે. જેના કારણે ઈસુદાન ગઢવી ચૂંટણી મેદાનમાં જાે ઉતરશે તો આ બંન્ને ઉમેદવારો વચ્ચેે કાંટે કી ટક્કર’ જાેવા મળશે. રાજકીય સમીક્ષકો માટે પણ સમગ્ર ગુજરાતમાં દ્વારકાનો ચૂંટણી જંગ હાર-જીતના મામલે ભારે દિલચસ્પ બનશે.

આમ તો ઈસુદાન ગઢવી ચોક્કસપણે દ્વારકાથી ચૂંટણી લડે તેમ હોઈ પબુભા માણેકને મજબુત ઉમેદવાર સામે મુકાબલો કરવો પડશે એમ વર્તમાન રાજકીય સ્થિતિ જાેતા વર્તાઈ રહ્યુ છે.

ભાજપ અને ‘આપ’ વચ્ચે દ્વારકામાં થનારા જાેરદાર ચૂંટણી જંગમાં હજુ સુધી કોંગ્રેસ દ્વારા એના ઉમેદવારની કોઈ જાહેરાત કરાઈ નથી. રાજકીય વર્તુળોમાં કોંગ્રેેસના ઉમેદવાર તરીકે મુળુ કંડોરીયાનું નામ ચર્ચાઈ રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.