Western Times News

Gujarati News

ચૂંટણી જાહેર થતાં જ સોશ્યલ મીડીયા પર સાયબર ક્રાઈમ પોલીસની ‘ચાંપતી નજર’

social media addiction

પ્રતિકાત્મક

સોશ્યલ મીડીયા પર આચારસંહિતાનો ભંગ કરતી પોસ્ટ કરી તો સીધા જ જેલભેગા થશો

(એજન્સી) અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. અને ૧ ડીસેમ્બર તથા પ ડીસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનુ છે. ૮ ડીસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. ચૂૃટણી સાવ નજીક જ છ. ત્યારે અમદાવાદ પોલીે પાણી પહેલાં પાળ બાંધી દીધી છે.

અમદાવાદ શહેર પોલીસે સોશ્યલ મીડીયા થકી જનતાને ચેતવણી આપી છે કે જાે ચૂૃટણીમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતી કોઈપણ વાંધાજનક પોસ્ટ, ફોટો કે વિડીયો અપલોડ કરવામાં આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડહોળાય એવા ફેક ન્યુઝ-મેસેજ અન્ય ગૃપમાં ફોરવર્ડ ન કરવા કારણ કે ર૪ કલાક પોલીસ સોશ્યલ મીડીયાની તમામ પ્લેટફોર્મ પર બાજનજર રાખી રહી છે.

શહેર પોલીસેેે પોતાના ટિ્‌વટર સહિતના સોશ્યલ મીડીયા એકાઉન્ટ પરથી આ ચેતવણી આપી છે. પોલીસેેેે પોસ્ટમાં જણાવ્યુ છે કે અમે તમારા સોશ્યલ મીડીયાનુૃ પેટ્રોલીંગ કરી રહ્યા છીએ. વિધાન સભા-ર૦રરની ચૂૃટણી અન્વયેેે શહેર પોલીસ સાયબર ક્રાઈમ સેલ તમારા સોશ્યલ મીડીયા પર સતત નજર રાખશે. જાે આચારસંહિતાનો ભંગ કરે એવી કોઈપણ પ્રકારની વાંધાજનક પોસ્ટ કે વિડીયો અપલોડ કરેલો દેખાશે તો જે તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સોશ્યલ મીડીયા હવે એક શક્તિશાળી પ્લેટફોર્મ થઈ ગયુ છે. તેના સંકારાત્મક ઉપયોગની સામે કેટલીક નકારાત્મક ઉપયોગ પણ થતો હોય છે. ચૂંટણીના સમયે સોશ્યલ મીડીયા પર કોઈ વાંધાજનક કે ઉશ્કેરણીજનક પોસ્ટ સમગ્ર શહેરનુૃં વાતાવરણ બગાડી શકે છે.

અથવા તો કોઈ ઉમેદવારને ફાયદો કે નુકશાન કરાવી શક છે. પોલીસ ઈચ્છે છે કે મતદાનની પ્રક્રિયા શાંતિપૂૃણ રીતે પૂર્ણ થાય અને એ પહેલાં પણ વાતાવરણ ન ડહોળાય. આથી અત્યારથી જ સોશ્યલ મીડીયા પર લગામ કસવામાં આવી છે.

સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા બલ્ક મેસેજ કરનાર વ્યક્તિઓ પર પણ સતત વૉચ રાખવામાં આવી રહી છે. અફવા ન ફેલાય એની પણ ખાસ વાચ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોને કોઈપણ ખોટા મેસેજ કે અફવા પર ધ્યાન ન આપવા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. કોઈપણ જાણકારી વગર મેસેજ ફોરવર્ડ કરવા તેમજ વારંવાર એકનો એક મેસેજ અન્ય ગૃપમાં મોકલનારી વ્યક્તિઓ પર વૉચ રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.