થલતેજ શ્રીનાથજી ધામ હવેલી ખાતે ભવ્ય અન્નકુટનું આયોજન

થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીનાથજી ધામ હવેલી ખાતે રવિવારે વદ- પાંચમના દિવસે ગોવર્ધન પૂજાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઠાકોરજીને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં શ્રીજીબાવાને વિવિધ પકવાન ધરાવવામાં આવ્યા હતાં.
આ મંદિર ખાતે છેલ્લા ૧૫ વર્ષથી શ્રીજીબાવાને અન્નકુટ ધરાવવામાં આવે છે. આ વર્ષે શ્રીનાથજીબવાને ધરાવવામાં આવેલા ભવ્ય અન્નકુટના દર્શાનાર્થે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા.