Western Times News

Gujarati News

ખોટી આંકડાકીય માહિતી ન ફેલાય તે હેતુસર એક્ઝિટ પોલ તથા ઓપિનિયન પોલ દર્શાવવા પર પ્રતિબંધ

Files photo

ગાંધીનગર,  ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિઘાનસભા મતવિભાગની મતદાન અંગે સર્વેક્ષણ ( એક્ઝિટ પોલ ) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિઘ્ઘ કરવા પર પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે, તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ગોહિલે જણાવ્યું છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ગોહિલે જણાવ્યું છે કે, ચૂંટણી આયોગ દ્વારા તા. ૧૦મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (એક્ઝિટ પોલ) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર

તા.૧૨/૧૧/૨૦૨૨ શનિવારથી સવારે ૮:૦૦ કલાકથી તા.૦૫/ ૧૨ /૨૦૨૨ સોમવારના સાંજે ૫:૩૦ કલાક દરમ્યાન તથા મતદાન પુરૂ થવાના ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો ( ઓપિનિયન પોલ) સહીતની કોઈ પણ ચૂંટણી સંબધી સામગ્રી કોઈ પણ ઈલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારિત કરવા પર ચૂંટણી આયોગ દ્વારા આ જાહેરનામાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું છે કે, આ પ્રતિબંધ હેઠળ કોઈ પણ વ્યક્તિ દર્શાવેલ સમયગાળા દરમ્યાન સર્વેક્ષણ અથવા સર્વેક્ષણ પરિણામ કોઈપણ ઈલેક્ટ્રોનિક માધ્યમોથી અથવા અન્ય પ્રચાર પ્રસારના માધ્યમથી પ્રસારિત નહી કરી શકે. મતદાનના પ્રથમ દિવસે મતદાન શરૂ થવાના નિયત સમયની શરૂઆતથી મતદાન પુરૂ થયાના અડધા કલાક સુધી આ જાહેરનામાની અવધી ચાલુ રહેશે. કોઈપણ વ્યક્તિ જે આ હુકમનો ભંગ કરતા જણાશે તો તેને બે વર્ષની કેદ અથવા રોકડ દંડ અ‍થવા આ બંનેની સજા થઈ શકે છે.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.