25 વર્ષથી રોડ, ગટર-પાણીની સુવિધા નહિં મળતા ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે

નેત્રંગના બલદવાના ગ્રામજનોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો
(પ્રતિનિધિ)ભરૂચ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ન પડઘમ વાગી ચુક્યા છે.ત્યારે ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો એ ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે.તો બીજી તરફ બેહાલ બનેલ પ્રજાએ પણ ચૂંટણી આવતા જ પોતાના ટેવરો બતાવી રહી છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા થી આટખોલ-બલદવા ગામને જાેડતા રસ્તો બિસ્માર હાલતમાં છે.ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર ઠેર-ઠેર મોઠા ખાડા પડતા વાહન ચાલકોની મામુલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.
ગામ માંથી અભ્યાસ અર્થે બહાર ગામ જતાં વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.બલદવાથી આટખોલ અને ત્યાંથી કોયલી માંડવી થી ચાસવડ થઈને નેત્રંગ આવું પડે છે.જેના લીધે ૧૬ કિલોમીટરની ફેરાવો થાય છે.કંબોડીયાથી બલદવાને જાેડતો રસ્તો પાકો ડામર રસ્તો મંજુર થયો હોવા છતાં ત્યાં હજી સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
રસ્તાનું ભુમિ પુંજન થવાને ૭ મહિનાથી વધુ સમય થવા છતાં કામગીરી શરૂ નહીં થવાથી ગ્રામજનોમાં રોષ ભભુકી રહ્યો છે.જ્યારે છેલ્લા ૨૫ વર્ષથી બલદવા ગામમાં રોડ-રસ્તા,ગટર,પાણી,સ્ટ્રીટલાઈટ પાયાની મુળભુત સુવિધા મળી નથી.ગામમાં વિકાસ પહોંચ્યો નથી.તેવા સંજાેગોમા ગ્રામજનોએ ચુંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારતા મામલો ગરમાયો હતો.ગામમાં વોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.