ગુજરાત વિધાનસભાનું ટુંકુ સત્ર ૯મી ડિસેમ્બરથી શરૂ થશે
અમદાવાદ: રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે ગુજરાત વિધાનસભાનું ટુંકુ સત્ર ડિસેમ્બરમાંમળનાર છે. આ સત્રમાં ખેડૂતોના મુદ્દા ઉપર જારદાર હોબાળો રહે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી સરકારને ખેડૂતો અને દેશની આર્થિક સ્થિતિ તથા અન્ય સ્થાનિક મુદ્દાઓને લઇને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે. ગુજરાતમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરુપે આ વખતે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.
આવી સ્થિતિમાં ખેડૂતોના મુદ્દાઓને લઇને કોંગ્રેસ તરફથી રજૂઆત કરવામાં આવી શકે છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર જુદા જુદા વિધેયક અને સુધારા વિધેયક રજૂ કરવાના મૂડમાં દેખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર આગામી તા. ૯થી ૧૧ ડિસેમ્બર સુધી મળશે.
ત્રણ દિવસના આ સત્રમાં રાજય સરકાર દ્વારા નવા વિધેયક અને સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા પાક વીમા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જા કે, રાજય સરકાર બહુમતીના જારે આ વખતના ત્રણ દિવસના વિધાનસભા સત્રમાં તેના દ્વારા રજૂ થનારા નવા વિધેયક અને સુધારા વિધેયક પસાર કરી દેશે તે નક્કી છે પરંતુ તેમછતાં વિપક્ષ હલ્લાબોલ કરવાનું મન બનાવી રહ્યું છે.
સાથે સાથે આ સત્ર દરમિયાન પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે. તે પછી વિવિધ વિધેયકો અને પ્રસ્તાવો પર બે દિવસ સુધી ચર્ચા થશે. જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંગેનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે. આ આ ઉપરાંત બંધારણ દિવસ અંગે પણ ખાસ પ્રસ્તાવ રજૂ થશે. આ સિવાય ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા ખેડૂતોની સમસ્યાઓ અને મંદી-મોંઘવારીના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. આરોપો અને આક્ષેપોને ખાળવા સરકાર તરફથી રણીનીતિ તૈયાર રખાઇ છે.