ત્રણ દાયકાથી દર્શકોને હસાવતા રહેવાનો મોકો આપ્યો તે બદલ નાના પડદાનો આભારી છું
મનોરંજનના અનેક સ્રોતો ઊભરી આવવા છતાં ટીવીએ મનોરંજનના માધ્યમ તરીકે મોટા ભાગના ભારતીય પરિવારો પર રાજ કરવાનું ચાલુ રાખ્યું છે. આ વર્લ્ડ ટેલિવિઝન ડે પર એન્ડટીવીના કલાકારો ટેલિવિઝન મનોરંજનનું મહત્ત્વ અને તેમની મોજીલી યાદો / ઘટનાઓ વિશે વાત કરે છે.
આ કલાકારોમાં નેહા જોશી (યશોદા- દૂસરી મા), હિમાની શિવપુરી (કટોરી અમ્મા, હપ્પુ કી ઉલટન પલટન) અને આસીફ શેફ (વિભૂતિ નારાયણ મિશ્રા, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
એન્ડટીવી પર દૂસરી મામાં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “મેં થિયેટરોથી શરૂઆત કરી અને ટીવી અને ફિલ્મોમાં ગઈ, પરંતુ ટેલિવિઝન આજે પણ મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. હું માનું છું કે તે સૌથી મહત્ત્વપૂર્ણ મનોરંજન માધ્યમ રહ્યું છે અને તેમાંથી એક તરીકે ચાલુ રહેશે.
એક સમયે મારું જીવન ટેલિવિઝન અને ગાયકી રિયાલિટી શો સાથે મરાઠી અને હિંદી સિરિયરો સહિત મારા ફેવરીટ ટીવી કાર્યક્રમો ફરતે વીંટળાયેલું હતું. ટેલિવિઝન ઉદ્યોગ પડકારજનક છે, કારણ કે તમારે રોજ તમારી સર્વ કટિબદ્ધતાઓ કામે લગાવીને પરફોર્મ કરવાનું હોય છે.
તમે દરેક દિવસે કેમેરાનો સામનો કરતા હોવાથી આ પડકાર તમને શીખવાની ઉત્તમ તક આપે છે. અમે કલાકારો શૂન્યથી શરૂઆત કરીએ ત્યારે ટેલિવિઝન તેમનું મુખ્ય માધ્યમ હોય છે. હું ઘણી વાર કહું છું કે ટીવી સ્કૂલ છે, જ્યાં તમને વેતન પણ મળે છે.
ટેલિવિઝન દરેક કલાકારને તમના દર્શકો સાથે રોજ જોડાવા, દુનિયાના દરેક ખૂણે પહોંચવા અને દરેક પ્રકારના દર્શકોને આવરી લેવા માટે મોકો આપે છે. ઘણા બધા ભારતીય ટીવી શો ડબ થઈ રહ્યા છે અને અલગ અલગ દેશમાં ટીવી પર પ્રસારિત થઈ રહ્યા છે તે બહુ સારું છે. હું વચન આપું છું કે વર્લ્ડ ટેલિવિઝન ડે પર હું સખત કામ ચાલુ રાખીશ અને ટેલિવિઝન થકી મારા ચાહકો સુધી પહોંચીશ.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્માની ભૂમિકા ભજવતી હિમાની શિવપુરી કહે છે, “સ્ક્રીનનો આકાર બદલાયો હોવા છતાં લોકો વિવિધ મંચ પર કન્ટેન્ટ ક્રિયેટ, પોસ્ટ, સ્ટ્રીમ અને કન્ઝ્યુમ કરે છે, જ્યારે જૂજ સમર્પિત ચાહકો નિયમિત રીતે ટેલિવિઝન પર તેમના મનગમતા સ્ટારને જુએ છે.
ટેલિવિઝન તે સમયે ઊભરતું હતું અને ઘણી બધી નવી ચેનલો રજૂ કરાઈ હતી ત્યારે અચાનક સંઘર્ષ કરતા કલાકારો માટે તકનાં દ્વાર ખૂલી ગયા. મને ટીવી શોમાં મુખ્ય ભૂમિકા માટે ઘણી બધી ઓફરો આવવાનું શરૂ થયું, જેમાંથી અમુક મેં સ્વીકારી, જેના થકી આજે ઘેર ઘેર ચર્ચિત નામ બની ગયું છે.
માધ્યમ તરીકે ટીવીએ હું કામની સખત તલાશમાં હતી ત્યારે મને મદદ કરી છે અને કલાકાર તરીકે મને સ્વીકારવા માટે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગની હું સદા ઋણી રહીશ. શો બિઝનેસની આ દુનિયામાં થિયેટરે મને પરિપૂર્ણતા આપી છે, ફિલ્મોએ નામ અને નામના આપ્યાં છે અને ટેલિવિઝને સ્થિર આવક આપી છે. હું દરેક મનોરંજન માધ્યમની ખૂબ ખૂબ આભારી છું.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવતા આસીફ શેખે જણાવ્યું હતું કે, “મેં 1984માં સૌપ્રથમ ટેલિવિઝન જોયું ત્યારે મિશ્રિત ભાવનાઓથી ભરચક બની હતી. હું ચિંતિત, ખુશ, રોમાંચિત હતો અને સૌથી મહત્ત્વપૂર્ણ મારા ફેમિલી અને ફ્રેન્ડની પ્રતિક્રિયા જોવા માટે નર્વસ હતો.
મારી ફિલ્મોએ મને લોકપ્રિયતા પ્રાપ્ત કરવામાં મદદ કરી એમાં શંકાને કોઈ સ્થાન નથી, પરંતુ ટેલિવિઝન મારા માટે હંમેશાં વહાલું હતું અને મારી નમ્ર શરૂઆતની મને યાદ અપાવે છે. હા, ટીવી પર કામ કરવાનું બહુ વ્યસ્ત કરનારું અને રુટીન બને છે, પરંતુ દરેક રીતે તે લાંબે ગાળે ફાયદાકારક છે.
કલાકાર તરીકે હું ત્રણ દાયકાથી મારા દર્શકોને હસાવતા રહેવાનો મોકો આપ્યો તે બદલ નાના પડદાનો આભારી છું. ભાભીજી ઘર પર હૈના આ સાત વર્ષમાં મેં આ શો પર 300થી વધુ પાત્ર ભજવ્યાં છે, જે નાના પડદા પર કામ કરતા કલાકાર માટે સિદ્ધિ છે. મારો ટેલિવિઝન સાથે સંબંધ તુલનાની પાર છે અને મારો રોમાંચ અને ઉત્સુકતા રોજ વધે છે. ક્યૂ કી પિક્ચર અભી બાકી હૈ મેરા દોસ્ત.”