Western Times News

Gujarati News

સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ?

મુંબઈ, એક સમયે ટીમ ઈન્ડિયાનો યંગ ક્રિકેટર શુભમન ગિલ માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરની દીકરી સારા પ્રેમમાં હોવાની ચર્ચા થતી હતી. જાે કે, આશરે ૨-૩ મહિના પહેલા બંનેનું બ્રેકઅપ થયું હોવાની માહિતી સામે આવી હતી.

ઘણા સમયથી ફરી રહેલા રિપોર્ટ્‌સ પ્રમાણે સારા સાથેના સંબંધો તૂટ્યા બાદ શુભમન બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. બંને અગાઉ ડિનર ડેટ એન્જાેય કરતાં દેખાયા હતા તો ફ્લાઈટમાં સાથે મુસાફરી કરી રહ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી હતી.

જાે કે, અત્યારસુધી બંનેમાંથી કોઈએ પણ આ અંગે મગનું નામ મરી પાડ્યું નહોતું. પરંતુ હવે ક્રિકેટરે આડકતરી રીતે ઈશારો કરી દીધો હોય તેમ લાગી રહ્યું છે. શુભમન ગિલ હાલમાં પ્રોડ્યૂસર ડ્યુઓ પ્રીતિ અને નીતિ સિમોસના પોપ્યુલર પંજાબી ચેટ શો ‘દિલ દિયા ગલ્લાં’નો મહેમા બન્યો હતો.

આ દરમિયાન ક્રિકેટરને બોલિવુડની સૌથી ફિટ એક્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યું હતું, જવાબ આપવામાં એક પણ મિનિટ વેડફ્યા વગર તેણે ‘સારા’નું નામ લીધું હતું. ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તે સારાને ડેટ કરી રહ્યો છે? આ દરમિયાન નીતિએ તેને જવાબ આપવા માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું ‘સારા કા સારા સચ બોલ દો’.

કંઈ કહેતા પહેલા શુભમન શરમાયો હતો અને કહ્યું હતું ‘સારા કા સારા સચ બોલ દો…કદાચ હા, કદાચ ના’. શુભમન ગિલ અને સારા અલી ખાન ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા મીડિયામાં ત્યારે ફેલાઈ હતી જ્યારે ઓગસ્ટમાં બંને રેસ્ટોરાંમાં સાથે દેખાયા હતા. સારા અલી ખાન અગાઉ કાર્તિક આર્યનને ડેટ કરતી હતી, તેમની લવ સ્ટોરીની શરૂઆત કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિશ કરણ’થી થઈ હતી.

ત્યારબાદ તેઓ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં દેખાયા હતા. જાે કે, ફિલ્મ રિલીઝ થાય પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. શુભમન ગિલની વાત કરીએ તો, ટી૨૦ વર્લ્ડ કપમાં બ્રેક મળ્યા બાદ તે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ત્રણ-ત્રણ મેચોની ટી૨૦ અને વનડે સીરિઝનો ભાગ છે, જેની શરૂઆત ૧૮ નવેમ્બરથી થવાની છે અને ખેલાડીઓ ત્યાં પહોંચી ગયા છે.

બીજી તરફ, સારા ખૂબ જલ્દી વિકી કૌશલ સાથે લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મમાં દેખાવાની છે. આ સિવાય તેની પાસે ‘ગેસલાઈટ’ છે, જેમાં વિક્રાંત મેસી ઓપોઝિટમાં છે. તે ફરીથી આનંદ એલ. રાય સાથે ફિલ્મ ‘નખરેવાલી’માં કામ કરવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.