Western Times News

Gujarati News

કોઈ મલાઈકાના પતિ તરીકે સંબોધે તે અરબાઝને નહોતું પસંદ

મુંબઈ, અરબાઝ ખાન ફિલ્મી પરિવારમાંથી આવે છે, પરંતુ જાેઈએ તેવી સફળતા તેને આજ સુધી મળી નથી. અત્યારસુધીના કરિયરમાં તેણે ખૂબ જ ઓછી ફિલ્મો કરી છે અને તે પણ સપોર્ટિંગ એક્ટર તરીકે. હાલ તે એક્ટિંગ છોડીને ડિરેક્શનનું કામ કરી રહ્યો છે પરંતુ લોકો હજી પણ તેને સલમાન ખાનના ભાઈ તરીકે ઓળખે છે અને અગાઉ તેને મલાઈકા અરોરાનો પતિ કહેતા હતા.

આ વાત શરૂઆતમાં તેને જરાય પસંદ નહોતી અને તેનો ખુલાસો પોતે જ કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘એક સમય એવો હતો જ્યારે મને ચિંતા થતી હતી. હવે જ્યારે પાછળ વળીને જાઉ છું ત્યારે થાય છે કે તેનો કોઈ અર્થ નહોતો. એક સમયે તે વાત મને પરેશાન કરતી હતી, જ્યારે લોકો મને સલીમ ખાનનો દીકરો, સલમાન ખાનનો ભાઈ અને એક સમયે મલાઈકા અરોરાનો પતિ કહેતા હતા. પરંતુ મને લાગે છે કે, કેટલીક બાબતો એવી હોય છે જેને આપણે બદલી શકતા નથી. લોકોના વિચારો બદલવા સરળ નથી. તમારે માત્ર પોતાના પર કંટ્રોલ રાખવો પડે છે.

મને સમજાયું હતું કે, મારે કંઈ સાબિત કરવાની જરૂર નથી. મારો અર્થ એ છે કે, કેટલીક બાબતોમાં લોકોને સમજાવવા નિરર્થક છે, તે કંટાળાજનક છે. મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના માર્ગ ભલે અલગ થઈ ગયા હોય પરંતુ તેઓ દીકરા અરહાનના કો-પેરેન્ટ છે. માતા-પિતા તરીકે તેઓ કેવા છે તેના વિશે વાત કરતાં અરબાઝ ખાને કહ્યું હતું કે ‘મલાઈકા મારા કરતાં વધારે સ્ટ્રિક્ટ છે.

આ સાથે મલાઈકા ફ્રેન્ડલી પણ છે. તે સારી માતા છે. જાે કે, હું અરહાનને વધારે લાડ લડાવતો રહું છું. દરેક વાતમાં તેને ખુશી મળે તેવો હું પ્રયાસ કરું છું. તે અમારું એકમાત્ર સંતાન છે. તે જીવનમાં હંમેશા ખુશ રહે અને જીવનમાં બધું જ મળે તેમ હું ઈચ્છું છું. તે ડાહ્યો છોકરો છે.

અરહાન ફિલ્મોમાં કરિયર બનાવવા માગે તો પિતા અને એક્ટર તરીકે તેને શું સલાહ આપશે તે વિશે વાત કરતાં અરબાઝ ખાને કહ્યું હતું કે ‘પ્રામાણિકતાથી કહું તો, હું ખરેખર તેને ડરાવીશ નહીં, કારણ કે સામાન્ય રીતે માતા-પિતા તેવું વલણ અપનાવે છે કે ‘તારે સતર્ક રહેવું જાેઈએ, કંઈ પણ થઈ શકે છે. નિષ્ફળતા પણ મળી શકે છે’.

હું તેની સાથે આમ નહું કરું. મને લાગે છે કે મોટાભાગના માતા-પિતા સલાહ આપતી વખતે તેમના બાળકોને અંડરએસ્ટિમેટ કરે છે. આપણે હંમેશા તેમને પ્રભાવિત કરીએ છીએ પરંતુ તેના બદલે ગાઈડ કરવા જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.