છોકરીએ આબરુ બચાવવા માટે રીક્ષામાંથી કુદકો માર્યો

ઔરંગાબાદ, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક છોકરી ફુલ સ્પિડે જતી ઓટો રીક્ષામાંથી કૂદકો મારતી દેખાય છે. એવું કહેવાય છે કે, ઓટો ડ્રાઈવર છોકરી સાથે છેડતી કરતો હતો.
છોકરીએ પોતાની જાતને બચાવવા માટે રસ્તા પર ચાલતી ફુલ સ્પિડ ઓટોમાંથી કુદકો મારી દીધો હતો. આરોપી ડ્રાઈવરનું નામ સઈદ અકબર હમીદ હોવાનું કહેવાય છે. છેડતીના કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
એવી જાણકારી સામે આવી છે કે, ઓટો ચાલકે છોકરી સાથે છેડતી કરવાની કોશિશ કરી હતી. ત્યારે તે ઓટોમાંથી કૂદી ગઈ હતી. ઓટોમાંથી કુદ્યા બાદ છોકરી રસ્તા પર પડી, જેને લઈને તેના માથામાં ગંભીર ઈજા થઈ. પીડિતાનું અહીં આવેલી એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો વળી આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ.
ફુટેજમાં જાેઈ શકાય છે કે, જ્યારે છોકરી રસ્તા પર પડે છે, તો કેટલાય લોકો તેની મદદ કરવા માટે ભાગી આવે છે. રોડ પર પડેલી છોકરીની મદદ કરવા માટે ત્યાંથી પસાર થતાં વાહનો પણ થંભી જાય છે.
ઘટના બાદ ઔરંગાબાદ ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ઈંસ્પેક્ટર ગનપત દરરાદેના હવાલેથે એક મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, એક સગીર બાળકી ઉસ્માનપુર વિસ્તારમાંથી ઓટો રીક્ષામાં પોતાના ઘરે જઈ રહી હતી.
ત્યારે ડ્રાઈવરે તેની સાથે અશ્લીલ હરકતો કરી અને છોકરી સાથે છેડછાડ કરવાની કોશિશ કરી, જેને લઈને છોકરી સમજી ગઈ કે તેની સાથે કંઈક ખોટુ થવાનું છે. તે સમયે તેણે ઔરંગાબાદથી સિલ્લી ખાના કોમ્પ્લેક્સ જતી ઓટોમાંથી છલાંગ લગાવી દીધી, જેને લઈને તેના માથામાં ગંભીર ઈજા થઈ અને તે ઘાયલ થઈ ગઈ, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેની સારવાર ચાલું છે.SS1MS