હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે અનુપમામાં થશે બે નવા પાત્રોની એન્ટ્રી
મુંબઈ, અનુપમા સીરિયલમાં ફરી એકવાર હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. પાખીની ઉદ્ધતાઈ રોજેરોજ વધતી દેખાઈ રહી છે અને તેને જાેઈને અનુપમાના રોષનો પાર નથી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, અનુપમાએ પાખી અને અધિકને ઘરમાંથી કાઢી મૂક્યા છે.
આ જ ફેમિલી ડ્રામાના કારણે અનુપમા ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર પહોંચી ગઈ છે. અનુપમાની વાર્તામાં હાલ જાેરદાર ઘમાસાણ જાેવા મળી રહ્યું છે. અધિક સાથે લગ્ન કર્યા પછી પાખી હવામાં ઉડવા લાગી છે. એલામાં અનુપમાએ દીકરીની અક્કલ ઠેકાણે લાવવાનો ર્નિણય કરી લીધો છે.
મા-દીકરી વચ્ચે ચાલી રહેલી આ લડાઈએ દર્શકોને જકડી રાખ્યા છે. હવે શોની વાર્તાને વધારે રસપ્રદ બનાવવા માટે મેકર્સ નવો દાવ રમવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, ‘અનુપમા’ સીરિયલમાં ટૂંક સમયમાં જ બે નવા કલાકારોની એન્ટ્રી થવા જઈ રહી છે.
ટેલિચક્કરના રિપોર્ટ પ્રમાણે, અનુપમાના આગામી એપિસોડમાં બે નવા કલાકારોની એન્ટ્રી થવાની છે. ટીવી એક્ટ્રેસ નિશી સક્સેના અને ટીવી એક્ટર ઋષભ જયસ્વાલની શોમાં એન્ટ્રી થવાની છે. નિશી સક્સેના પહેલા ટીવી સીરિયલ ‘નીમા ડેન્જાેંગપા’માં જાેવા મળી હતી.
જ્યારે ઋષભ જયસ્વાલ ‘સ્પ્લિટ્સવિલા ઠ૪માં જાેવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે, રૂપાલી ગાંગુલીના લીડ રોલવાળા શોમાં નિશી અને ઋષભ મહત્વના રોલમાં જાેવા મળશે. જાેકે, હજી સુધી શોના મેકર્સે આ બંનેની એન્ટ્રીની પુષ્ટિ નથી કરી.
સીરિયલમાં પહેલાથી જ ખૂબ ડ્રામા થઈ રહ્યો છે. એવામાં નવી એન્ટ્રી શોમાં કેટલો મસાલો ઉમેરશે તે જાેવું રસપ્રદ બની રહેશે. અનુપમાએ ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પાખીની જિંદગીમાં કેવા વળાંકો આવશે તે પણ જાેવું મજેદાર બની રહેશે. ઉલ્લેખનીય છે કે, સીરિયલ શરૂ થઈ ત્યારથી તેના રસપ્રદ કન્ટેન્ટને કારણે દર્શકોમાં લોકપ્રિય થઈ છે અને ટીઆરપી ચાર્ટમાં ટોપ પર રહે છે.SS1MS