Western Times News

Gujarati News

વાતજ, પિત્તજ, કફજ અને શુક્રજ એમ ચાર પ્રકારની પથરીનો ઈલાજ આયુર્વેદમાં

આયુર્વેદમાં પથરીને અશ્મરી કહેવામાં આવે છે. અશ્મન એટલે કે પથ્થર. પથરી જે જગ્યા પર થાય છે તે પ્રમાણે રોગનાં નામ આપી દીધેલાં છે, જેમ કે પિત્તની થેલીમાં એટલે ગોલ બ્લેડરમાં હોય છે ત્યારે તે પિત્તાશ્મરી કહેવાય છે, જ્યારે પથરી ગુર્દા –કિડનીમાં બને છે તો વૃક્કાશ્મરી અને મૂત્રાશયમાં હોય તો મૂત્રાશ્મરી નામના રોગથી ઓળખવામાં આવે છે.

અશ્મરી એટલે પથરી, એટલે કે પિત્તાશયમાં એક એવી ગાંઠ ઉત્પન્ન થઈ જાય છે કે જે પથ્થર તો નથી હોતી, પણ પથ્થર જેવી સોલિડ કઠણ લાગે છે, જેને અશ્મીરી એટલે કે પથરી કહેવાય છે. આયુર્વેદમાં આ રોગનું સ્થાન મુખ્ય રૂપે મૂત્રાશય ખરેખર તો બસ્તી પ્રદેશ એટલે પિત્તાશય, વૃક્ક મૂત્ર પ્રણાલી વગેરે કહેવાય, જ્યાં જ્યાં પથરી થઈ શકે છે.

આ પથરી વાત, પિત્ત, કફ આ દોષોમાં મુખ્ય રૂપ છે. વાયુ દોષપ્રધાન છે. વાયુ જ બસ્તીપ્રદેશમાં શુક્ર, મૂત્ર, પિત્ત, કફને દૂષિત કરીને સૂકવી નંખે છે. ત્યારે અશ્મરી રોગની ઉત્પતિ થાય છે. જેવી રીતે ગાયના પિત્તાશયમાં ગોલોચનની ઉત્પતિ થઈ જાય છે એવી રીતે પિત્તજ અશ્મરી અને પિત્તાશયની અશ્મરી આ બન્નેનું વર્ણન કરવામાં આવ્યું છે,

કેમ કે પિત્તાશયની અશ્મરીમાં પિત્ત જ સુકાઈ અને પછી પથરીનું રૂપ ધારણ કરી લે છે. આ પિત્તની અશ્મીરી ક્યાંય પણ જોવામાં આવી શકે છે. અને તેને પિત્તજ અશ્મીરી જ કહેવામાં આવે છે, જેમ કે વાતજ અશ્મીરી તથા કફજ અશ્મીરી વગેરે હોય છે. પિત્તદોષને કારણે જે અશ્મીરી થાય છે તેને પિત્તાશ્મરી કહેવાય છે.

એટલે આ બધા પ્રકારની અશ્મીરીઓને પૂર્વ રૂપમાં બસ્તીપ્રદેશ ફૂલી જવો, બસ્તીપ્રદેશ તથા બસ્તીપ્રદેશના આસપાસનાં અંગોમાં દુખાવો થવો, મૂત્રમાંથી વાસ આવવી, મૂત્રકૃચ્છ, અરુચિ અને જ્વર જેવી તકલીફો જોવા મળે છે. પિત્તાશ્મરીમાં પણ આ તકલીફો જોવા મળે છે.

પથરી થવાનાં કારણોમાં, મૂત્રત્યાગમાં આળસ, ઓછું પાણી પીવાથી, પેરા-થાઇરાઇરોડ ગ્લેન્ડથી હાર્મોન્સનો વધારે સ્ત્રાવ, મૂત્રદોષ, વિટામિન એ અને સીની ઉણપ, ગરમ અને પહાડી દેશોમાં રહેવાથી, બહુ વધારે શારીરિક અને માનસિક શ્રમ

પિત્તાશયની અશ્મીરીનું વર્ણનઃ વાયુના પ્રકોપના કારણે પિત્ત અથવા તેના કણ પિત્તાશયમાં એકત્ર થઈને સુકાતા રહે છે. પથ્થર જેવી ગાંઠ બનાવી દે છે,  આયુર્વેદમાં આને પિત્તાશયમાં થવાવાળી અશ્મીરી એટલે કે પથરી માનવામાં આવે છે. અશ્મીરી બનવા માટે પિત્ત જ જવાબદાર હોવાથી પિત્ત જ મુખ્ય દ્રવ્ય છે.

અશ્મીરીનું સ્થાન મૂત્રપ્રણાલીથી લઈને પિત્તાશય સુધી હોય છે, પરંતુ જ્યારે આપણે પિત્તાશયની અશ્મીરી એવું કહીએ છીએ તો થોડુંક અંતર આવી જાય છે, કેમ કે પિત્તાશયની અશ્મીરી મૂત્રાશયમાં ન હોઈ શકે. એટલે ચિકિત્સા લખતી વખતે બન્ને પ્રકારની અશ્મીરીનો મટાડવા કે દૂર કરવા સફળતા મળે તે રીતે ચિકિત્સા કરવામાં આવે છે. .

પિત્તદોષના લીધે બસ્તી પ્રદેશમાં બળતરા થયા કરે છે. જ્યારે જ્યારે વ્યક્તિનો આહાર વિકૃત થઈ જાય, શારીરિક શ્રમનો અભાવ થાય ત્યારે, પાણીની માત્રા ઓછી થાય ત્યારે, તૈલીય પદાર્થ વધારે ખાવામાં આવે ત્યારે પિત્તાશયની પથરી થવાના ચાન્સીસ વધી જાય છે. પિત્તાશયની અશ્મીરીનાં લક્ષણ – જ્યારે પિત્તાશયમાં અશ્મીરી ઉત્પન્ન થઈ જાય છે તો ઉદરના ડાબા ભાગમાં સંપૂર્ણ રીતે પાછળના ભાગમાં દુખાવો રહ્યા કરે છે.

ભૂખ લાગતી નથી, અન્ન પાચન થતું નથી, રક્ત બનતું નથી, રોગીમાં લોહીની ઊણપનાં લક્ષણો દેખાવા લાગે છે. રોગીને વમન અને ઊબકા આવે છે, મળ સાફ આવતો નથી અને મૂત્ર સંબંધી ફરિયાદ રહ્યા કરે છે. ક્યારેક આખાય બસ્તી પ્રદેશમાં દુખાવો રહ્યા કરે છેખોરાકમાં ઘઉંના બદલે જવના લોટની રોટલીનો ઉપયોગ કરવો જોઈએ.

ગોખરું, પુનર્નવા અને પાષાણભેદ આ ત્રણેય પાઉડર સરખા ભાગે લઈ અડધી ચમચી સવાર-સાંજ સહેજ ગરમ પાણી સાથે લેવું જોઈએ. દરરોજ થોડો મૂળાનો રસ લેવાથી પથરી થતી નથી. કોઈ વાર જમ્યા પછી મોળી છાશનું સેવન કરવું જોઈએ.

આપણે જે કંઈ પણ ખાઈએ પીએ છીએ તેનું પાચન થઈ સાર અને મળભાગ બને છે. સાર ભાગ તો રસ, રક્ત વગેરે સાત ધાતુઓમાં પરિવર્તીત થઈ જાય છે અને શરીરની રક્ષા માટે કામ કરે છે. શેષ ભાગ મળ, મૂત્ર અને પરસેવાના રૂપે બહાર નીકળી જાય છે. ઘણી વાર આમાંથી અનવાંછિત પદાર્થ બની જાય છે, જે અમુક ખાસ અંગોમાં ભેગા થઈને રોગનું રૂપ ધારણ કરી લે છે, જેમ કે પથરીનો રોગ.

આજકાલ પથરીના રોગની સમસ્યાથી બહુ લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. ડોક્ટર આવા દર્દીઓને ઓપરેશન દ્વારા પથરી કઢાવવાની સલાહ આપતા હોય છે. આજકાલ ઓપરેશન માટે ઘણાં વિકસિત મશીનો આવી ગયાં છે, જેના દ્વારા પથરી કાઢી નાખવામાં આવે છે, પણ ઓપરેશનનું નામ પડતાં જ ભય લાગે છે. સાથે સાથે વધારે ખર્ચા થાય છે.

પથરીને ઓગાળીને કાઢી નાખવાનો ઇલાજ બતાવતાં પહેલાં પથરી રોગ વિશે થોડી માહિતી લઈએ. કેમ બને છે પથરી? જ્યારે પથરી ઉપર વાત ચાલી રહી છે તો સવાલ ઊઠવો સ્વાભાવિક છે કે આખરે કયા કારણથી ઘણા લોકો પથરીના રોગથી પીડાય છે.

સુશ્રુત કહે છે કે – જેવી રીતે નવા ઘરમાં પણ સાફ પાણી ભરાઈ જવાથી થોડાક સમય પછી તે કીચડમાં બદલાઈ જાય છે તેવી જ રીતે અશ્મરી (વૃક્કાશ્મરી) મૂત્રના ઘન અવયવોમાં ભેગું થઈ જવાથી બની જાય છે. પહેલાં તો જમા થયેલા રક્ત યા શુશ્લેષ્મા કે શ્લેષ્મકલા અશ્મરીનું કેન્દ્ર બનાવે છે, તેની ચારેબાજુ મૂત્રના ઘન અવયવ ફાસ્ફેટ યૂરિકામ્લ, ચૂનાના આકજલેટ વગેરે એકત્ર થવા લાગે છે.

વૃક્કોના આશય તથા તેનાથી સંબંધિત પૈપિલીમાં સંભવતઃ પહેલાં કોઈ જીવાણુ, જેમ કે સ્ટેફિલોકોકસ, બીકોલાઈ, પ્રોટીન વગેરે કોઈ સંક્રમણ હોય, જેના કારણે ઉત્પન્ન શ્લેષ્મ દ્રવ અથવા જીવાણુ અથવા મ્યુકસ ઉપર્યુકત દ્રવ્ય વિક્ષિપ્ત થવાથી અશ્મરી એટલે કે પથરી બને છે.

પથરી વિભિન્ન આકારની હોઈ શકે છે. સરસોના દાણા જેવડીથી માંડીને મરઘીના ઈંડા જેવડી પણ હોઈ શકે છે. જ્યારે પથરી નાની નાની હોય છે ત્યારે તે મૂત્ર સાથે વહી જતી હોય છે, જેને આર્યુવેદમાં સિકતામેહ કહેવામાં આવે છે.

પથરી થવાનાં કારણોમાં, મૂત્રત્યાગમાં આળસ, ઓછું પાણી પીવાથી, પેરા-થાઇરાઇરોડ ગ્લેન્ડથી હાર્મોન્સનો વધારે સ્ત્રાવ, મૂત્રદોષ, વિટામિન એ અને સીની ઉણપ, ગરમ અને પહાડી દેશોમાં રહેવાથી, બહુ વધારે શારીરિક અને માનસિક શ્રમ કરવાથી કે પછી બહુ જ ઓછો શ્રમ કરવાથી. કયાં લક્ષણો દેખાય છે – પથરીનો રોગ બહુ જ કષ્ટદાયક છે. એટલો કષ્ટદાયક છે કે જે વ્યક્તિ આ દુખાવો સહન કરી ચૂકી છે તે યાદ કરતાંની સાથે જ ગભરાઈ જાય છે.

વૃક્કાશ્મરી પથરી જ્યારે વૃક્કાશય (પેલ્વિસ) અને વૃક્કસ્રાવણી (યૂરેટર)ના સાંધાની જ્ગ્યાએ વધી જાય છે ત્યારે તેની દીવાલમાં સ્પાજ્મ ઉત્પન્ન થવાથી રોગીને ભયાનક દુખાવો ઊપડે છે. રોગીને થોડોક ઘેરા રંગનો પેશાબ વારંવાર થાય છે. રોગીનો રંગ ફીકો પડી જાય છે. માથા પર ઠંડો પરસેવો વળી જાય છે.

ઊલટીઓ થાય છે. તાપમાન નોર્મલથી ઓછું તથા નાડીની ગતિ નિર્બળ કે તીવ્ર થઈ જાય છે. કેટલાક રોગી તો ધ્રૂજતા હોય છે. થોડી બેહોશી જેવી હાલત બની જાય છે. ચરક અનુસાર પથરી જો મોટા આકારની હોય ત્યારે મૂત્ર અને રક્તમાં પસ, રક્તકણ, શ્વેતકણ, જીવાણુ, પ્રોટીન પણ મળી આવે છે. દુખાવો થોડીક મિનિટોથી માંડીને બે કલાક સુધી પણ રહી શકે છે. પથરી ખસીને સાઇડમાં જતી રહે તો દુખાવો એકદમ મટી જાય છે કે પછી ઓછો થઈ જતો હોય છે.

આયુર્વેદમાં વાતજ, પિત્તજ, કફજ અને શુક્રજ – આ ચાર પ્રકારની પથરી બતાવવામાં આવી છે.  આવી જ રીતે આધુનિક ચિકિત્સામાં યુરિક એસિડ, કેલ્શ્યિમ આકજલેટ, કેલ્શ્યિમ ફોસ્ફેટ, અમોનિયા કે યુરેટ લવણ વગેરે લવણોથી બનેલી હોય છે. એક વખત ઓપરેશન કરવવાથી ફરીથી પથરી નહિ થાય એ માનવું ભૂલભરેલું છે. માટે એક વખત પથરી થયા પછી દર્દીએ યોગ્ય આહારવિહાર અને ચિકિત્સા દ્વારા ફરીથી પથરી ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ.

આયુર્વેદમાં પથરીના ઘણા ઉપાય બતાવ્યા છે તો યોગ્ય ચિકિત્સકની સલાહ લઈને પથરી દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આયુર્વેદમાં મૂત્રલ ઔષધિ ઘણી બધી છે, જેમ કે, ચંદ્રપ્રભાવટી, ગોક્ષુરાદિ ગૂગળ, પુનર્નવા ઘનવટી, ગોખરું પાઉડર, શતાવરી પાઉડર જેવાં અનેક ઔષધો છે. દર્દીએ પોતાની પ્રકૃતિ જાણીને ચિકિત્સા કરવી જોઈએ.

કળથી એક પ્રકારનું કઠોળ છે. એને સંસ્કૃતમાં  કુલત્થ કહેવાય. એ રસમાં તૂરી, પચ્યા પછી તીખી અને શરીરમાં પિત્ત (એસિડ) વધારનાર હોય છે. જો વધુ પડતી ખાવામાં આવે તો પેટમાં દાહ અને બળતરા કરે, તથા લોહી બગાડી લોહીમાં વિકાર પેદા કરે. ક્યારેક નાક, મોં કે ગુંદા વાટે રક્તસ્ત્રાવ કરી શકે એટલી ગરમ છે.

આથી જે લોકોને એસિડીટી, અલ્સર જેવી સમસ્યા રહેતી હોય એવી વ્યક્તિઓએ આનો ઉપયોગ કરવો હિતાવહ નથી. પણ આજ ઉષ્ણ અને ગરમ એવી કળથી પથરીના દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે. કળથી તેના આવા ગુણોને લીધે જ પથરીને તોડી એને નાના કણોમાં વિભાજીત કરવાનો ગુણધર્મ ધરાવે છે.

પથરીની સમસ્યા રહેતી હોય તો કળથીનો નીચે જણાવેલો પ્રયોગ કરવો. અનુકૂળ ન આવે તો પ્રયોગ તુરંત બંધ કરવો. પ્રયોગ : આશરે પચાસ ગ્રામ કળથી લઈ એમાં સાતસો મી.લી. પાણી ઉમેરી આશરે દોઢસો મી.લી. પાણી વધે ત્યાં સુધી ઉકાળવું. અગ્નિ પરથી પાત્ર નીચે ઉતારી, પાણી ગરમ હોય

ત્યારે તેમાં સાટોડી, ગોખરૂં અને સૂંઠનું પાંચ-પાંચ ગ્રામ ચૂર્ણ ઉમેરવું સાથે ચપટી શેકેલી હિંગ અને ચપટી નમક મેળવી ખૂબ હલાવી પ્રવાહી નવશેકું હોય ત્યારે ગાળીને પાત્રમાં ભરી લેવું. આ પ્રવાહીના ત્રણ સરખા ભાગ કરી સવાર-બપોર-સાંજ લેવું. આ પ્રયોગ એક મહિના સુધી કરવો. આ સહાયક ઉપચાર સાથે તબીબી સલાહ લેવી આવશ્યક છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.