વિજય સલગાંવકરની કહાણીમાં દેખાશે ટિ્વસ્ટ
મુંબઈ, અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ ૨ ૧૮ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા રહેલી છે. વિજય સલગાંવકર (અજય દેવગણ) શું કરવાનો છે તે જાણવાની બધાને તાલાવેલી છે.
આ ઉત્સાહ એટલા માટે પણ છે કારણ કે ટીઝર અને ટ્રેલરના અંતમાં તેને કેમેરાની સામે બેસીને કબૂલાત કરતો દેખાડવામાં આવ્યો છે. ટીઝર અને ટ્રેલરમાં વિજયનો હસતો પરિવાર, આઈજી મીરના દીકરા સમીરની હત્યા તેમજ વિજય અને તેના પરિવારે સજાથી બચવા માટે ઘડેલી કહાણીની જૂની ઝલક જાેવા મળે છે.
વર્ષ ૨૦૧૫માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની હિંદી રિમેક જાેયું કે, વિજયે મીરાના દીકરને લાશને નવા બની રહેલા પોલીસ સ્ટેશન નીચે દાટી દીધી છે. તે ગાંધી જયંતી અને ત્રણ ઓક્ટોબરની એક કહાણી ઘડે છે, જેને પોલીસ તપાસમાં સાચી માની લેવામાં આવે છે.
સમીરની લાશ પણ મળી નથી. પરંતુ શું ફિલ્મન સીક્વલમાં વિજય અને તેનો પરિવાર જેલના સળીયા પાછળ હશે, શું વિજય સ્વીકારી લેશે કે સમીર તેની દીકરી અંજુને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તે રાતે સ્વરક્ષામાં તેનું મોત થઈ ગયું? મલયાલમમાં બનેલી ‘દ્રશ્યમ ૨’માં મોહનલાલ લીડ રોલમાં હતો. હિંદી વર્ઝનમાં આ પાત્ર અજય દેવગણ ભજવી રહ્યો છે.
રસપ્રદ એ છે કે, મલયાલમમાં બીજાે ભાગ ગયા વર્ષે જ રિલીઝ થઈ ગયો હતો. તેવામાં અજય દેવગણની ફિલ્મની કહાણી શું હશે, તેનો અંદાજાે લગાવવો સરળ છે. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અજય દેવગણ સિવાય તબુ, અજય દેવગણ અને શ્રિયા સરનની સાથે-સાથે અક્ષય ખન્ના અને રજત કપૂર પણ મહત્વના પાત્રમાં છે. દ્રશ્યમ ૨ની કહાણીમાં સાત વર્ષનો લીપ દેખાડવામાં આવ્યો છે.
સાત વર્ષ બાદ વિજય અને તેનો પરિવાર સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિજયનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે, વિસ્તારમાં તેની પોપ્યુલારિટી વધી ગઈ છે.
કેટલાક લોકો વિજયને સારી વ્યક્તિ માને છે તો કેટલાક કહે છે કે, તેણે મીરાના દીકરાને મારીને એવી જગ્યાએ લાશ સંતાડી છે, જ્યાંથી કોઈ પણ શોધી ન શકે. આ વચ્ચે વિજય એક ફિલ્મ બનાવવા માગે છે. તેની પાસે એક કહાણી છે. તે પોતાની ફિલ્મ માટે મેકર્સ અને સ્ક્રીનપ્લે રાઈટર્સને મળે છે.SS1MS