Western Times News

Gujarati News

ધનસુરા પોલીસે અમદાવાદના બે બુટલેગરોને દબોચ્યા

(પ્રતિનિધિ) બાયડ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા માટે પોલીસે ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરી છે અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે દારૂ ઠાલવવા અધીરા બન્યા છે ધનસુરા પોલીસે કીડી ગામ નજીક ઉભી કરાયેલ ચેકપોસ્ટ નજીક એક્સેન્ટ કારમાં વિદેશી દારૂ ખેપ નિષ્ફ્ળ બનાવી અમદાવાદના બે બુટલેગરોને ૧.૭૬ લાખથી વધુના દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા ધનસુરા પીઆઇ એ.બી.ચૌધરી અને તેમની ટીમે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર કીડી નજીક ઉભી કરાયેલ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં રાજસ્થાનથી એસેન્ટ કારમાં વિદેશી દારૂ ભરી કિશોરપુરા ચોકડી થી કીડી થઇ રોઝડ તરફ પસાર થવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારિત એક્સેન્ટ કાર આવતા અટકાવી કોર્ડન કરી કારમાં તલાસી લેતા કારમાંથી ૧.૭૬ લાખથી વધુની વિદેશી દારૂની ૩૭૨ બોટલ મળી આવતા કાર ચાલક સુમિતસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ (રહે,અન્નપૂર્ણા સોસાયટી,બાપુ નગર-અમદાવાદ) અને ધ્યાનસિંહ રામવીરસિંહ જાદૌન (રહે,સર્જન બંગ્લોઝ,કૃષ્ણનગર-અમદાવાદ) ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઇલ,કાર મળી રૂ.૬૭૮૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ અન્ય આરોપી અજય અને બાપુનગરના રવી જયસ્વાલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.