Western Times News

Gujarati News

આહવાની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી

(ડાંગ માહિતી ) આહવાઃ ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા માહિતી કચેરી ખાતે સ્ઝ્રસ્ઝ્ર તથા મીડિયા સેન્ટર કાર્યરત કરવામા આવ્યુ છે.
આ મીડિયા સેન્ટરમા મીડિયાકર્મીઓ, અભ્યાસુઓ, મતદારો, તથા જાહેર જનતા માટે જિલ્લાની ચૂંટણી લક્ષી વિગતો પ્રસ્તુત કરવામા આવી છે. જેમા જિલ્લાના ચૂંટણી અધિકારીઓની વિગતો, જિલ્લાના મતદારો અને મતદાન મથકોની સંખ્યા, ઇ.વી.એમ/વી.વી.પેટ અને મેન પાવર, અગાઉની ચૂંટણીઓના પરિણામો, ચેકપોસ્ટ, કાર્યરત ટિમો, સ્વીપ ની પ્રવૃત્તિઓ, અવસર અને સી વિજીલ એપ, ચૂંટણી કાર્યક્રમ, મતદાર વિસ્તારનો મેપ, નોડલ ઓફિસરોની વિગતો, થીમ આધારિત મતદાન મથકોની માહિતી ઉપરાંત ચૂંટણીને લગતી અવનવી વિગતો દર્શાવતા માહિતીપ્રદ પોસ્ટર્સ અને બેનરો પ્રદર્શિત કરવામા આવ્યા છે.

આ મીડિયા સેન્ટરની આહવા સ્થિત માધ્યમિક શાળાના ૫૦ જેટલા બાળકો અને પાંચ શિક્ષકોએ જાત મુલાકાત લઇ ચૂંટણી લક્ષી માહિતી મેળવી હતી. ડાંગ જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ શ્રી ઉમેશ ગાવિત દ્વારા વિદ્યાર્થીઓને મીડિયા સેન્ટર અંગેની માહિતી પુરી પાડવામા આવી હતી. લોકશાહીના અવસરમા પ્રજાજનોની ભાગીદારી અંગે પોતાના મતનુ મહત્વ, જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો, ચૂંટણી પ્રક્રિયા તેમજ સ્ઝ્રસ્ઝ્ર મીડિયા સેન્ટરની કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. મતદાન અંગે વિદ્યાર્થીઓમા જાગૃતી ફેલાય સાથે જ પોતાના સમાજ, કુટુંબ સુધી તેમના મારફત આ માહિતી પહોંચે તે માટેની અપીલ પણ કરવામા આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.