સ્પેક બી.એડ.દ્વારા સંદેસર ગામની પ્રાથમિક કન્યા શાળામાં “સેનેટરી પેડ” નું વિતરણ કરાયું
અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલ દ્વારા વુમન ડેવલપમેન્ટ સેલના નેજા હેઠળ આણંદ જિલ્લા સ્થિત સંદેસર ગામની પ્રાથમિક કન્યા શાળામાં . જેમાં આજ રોજ ધોરણ -૭ અને ધોરણ -૮ ની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ નું વિતરણ કરાયું . આ પોગ્રામનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને પિરિયડ અંગે સભાન થાય તેમજ પિરિયડ અંગેનું તમામ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.આપવાનો હતો.
જેમાં સંદેસર ગામના સરપંચ નીતિનભાઈ પટેલ અને આણંદ જિલ્લાના ભુતપૂર્વ તાલુકા પ્રમુખ શ્રી હિતુલભાઈ પટેલ તેમજ શાળાના આચાર્યશ્રી દેવનાબેન પટેલ અને પુનિતાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતાં આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સર્વે સ્ટાફગણ નું મહત્વનુ યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમનાં સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ તથા આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.