અક્ષય કુમાર વિના મજા નહીં આવે: અભિનેતા સુનીલ શેટ્ટી
મુંબઈ, હેરાફેરી ૩માં કાર્તિક આર્યનની એન્ટ્રી થવાના સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સને ચિંતા હતી કે ક્યાંક તેણે અક્ષય કુમારને રિપ્લેસ તો નથી કર્યો ને? આ ડર ત્યારે વધી ગયો જ્યારે અક્ષય કુમારે પોતે ખુલાસો કર્યો કે, તે ‘હેરાફેરી ૩’નો ભાગ નહીં હોય.
ખેલાડી કુમારે જણાવ્યું કે, ફિલ્મના મેકર્સ સાથે ક્રિએટિવ ડિફરન્સના કારણે તેણે ફિલ્મ છોડી દીધી. તે ફિલ્મની સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નહોતો. જે બાદ સામે આવ્યું હતું કે, કાર્તિક આર્યન ‘હેરાફેરી ૩’નો ભાગ છે પરંતુ તે અક્ષય કુમારે ભજવેલું રાજુનું પાત્ર નહીં ભજવે. પરંતુ કાર્તિકનું નવું પાત્ર ફિલ્મમાં ઉમેરાશે.
હવે આ આખા મામલે સુનીલ શેટ્ટીનું રિએક્શન આવ્યું છે. હેરાફેરી ફ્રેન્ચાઈઝીમાં સુનીલ શેટ્ટીએ શ્યામનો રોલ કર્યો હતો. હવે તે હેરાફેરી ૩માં પણ જાેવા મળશે. ફિલ્મમાં પરેશ રાવલ પણ બાબુ ભૈયાના રોલમાં દેખાશે. સુનીલ શેટ્ટીને હાલમાં જ પૂછવામાં આવ્યું કે, કાર્તિક આર્યને અક્ષય કુમારને ‘હેરાફેરી ૩’માં રિપ્લેસ કર્યો છે? ત્યારે અન્નાએ જણાવ્યું હતું કે, ના એવું નથી.
અક્ષય કુમારને કોઈ રિપ્લેસ ના કરી શકે. કાર્તિક આર્યનનો રોલ બીજાે જ છે. સુનીલ શેટ્ટીએ બોલિવુડ હંગામા સાથે વાત કરતાં કહ્યું કે, ‘હેરાફેરી ૩’માં ઓરિજિનલ કાસ્ટની વાપસી થાય તો સૌથી શ્રેષ્ઠ રહેશે. કાર્તિક આર્યનની વાત છે તો તેણે અક્ષયને રિપ્લેસ નથી કર્યો, બીજા રોલ માટે તેની વાત ચાલી રહે છે.
એટલે આ મુદ્દે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. અક્ષય કુમાર વિશે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું, “અક્ષયના રહેવાથી ખાલીપો હંમેશા રહેશે. હવે છેવટે શું થાય છે તે જાેવાનું રહેશે. હું ખરેખર આ અંગે કંઈ જાણતો નથી. હાલ હું ‘ધારાવી બેંક’માં વ્યસ્ત છું. મારી પાસે એટલો સમય નથી કે બેસીને આ વિશે જાણી શકું. હું ૧૯ નવેમ્બર પછી બેસીશ અને અક્ષય તેમજ બાકી લોકો સાથે વાત કરીશ, પરિસ્થિતિ જાણીશ.
સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર, પરેશ રાવલ શરૂઆતથી ‘હેરાફેરી’ ફ્રેન્ચાઈઝીનો ભાગ છે. જેની પહેલી ફિલ્મ ૨૦૦૦ની સાલમાં આવી હતી અને તે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બીજાે ભાગ ૨૦૦૬માં આવ્યો હતો અને તે પણ સુપરહિટ રહી હતી. આ ફ્રેન્ચાઈઝીએ અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીને નવું સ્ટારડમ અપાવ્યું હતું. એવામાં અક્ષયનું નામ ફિલ્મના ત્રીજા ભાગમાંથી હટ્યું તો ફેન્સ નિરાશ થયા હતા.SS1MS