Western Times News

Gujarati News

ફિલ્મના સેટ પરથી કરીનાએ દેખાડ્યા પોતાના વિવિધ મૂડ

મુંબઈ, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂરે લંડનમાં ચાલી રહેલા ફિલ્મના શૂટિંગની ઝલક દેખાડી છે. તે હંસલ મહેતા અને એકતા કપૂરની અપકમિંગ અનટાઈટલ્ડ ફિલ્મમાં કામ કરી રહી છે, જેમાં તે રિપોર્ટ્‌સ પ્રમાણે ડિરેક્ટિવનું પાત્ર ભજવતી દેખાશે.

હાલમાં જ બેબોએ સેટ પરથી કેટલીક નવી બીટીએસ તસવીરો શેર કરી છે. દરેક તસવીરોમાં કરીનાના ચહેરા પર અલગ-અલગ પ્રકારના એક્સપ્રેશન જાેવા મળી રહ્યા છે. પહેલી તસવીર કેન્ડિડ છે, જેમાં તે હસી રહી છે જ્યારે બીજી તસવીરમાં કોઈની સામે જાેઈને પાઉટ કરી રહી છે.

ત્રીજી તસવીરમાં આઉટડોર શૂટિંગ દરમિયાન હંસલ મહેતા સાથે વાતો કરી રહી છે, ચોથી તસવીરમાં તે કોઈ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતી હોય તેમ લાગે છે. અંતિમ તસવીરમાં તેનું ધ્યાન કેમેરામાં છે. પોસ્ટના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું ‘ડોઅર ડાયરી.

યુનાઈટેડ કિંગ્ડમ ૨૦૨૨. સેટ પર હંમેશા મૂડમાં રહું છું’. તેના પર કોમેન્ટ કરતાં એકતા કપૂરે લખ્યું છે ‘ફેબ લાગી રહી છે’, તો ભાઈ જહાન કપૂરે પણ તેના વખાણ કર્યા છે. આ સિવાય ભાભી આલિયા ભટ્ટે ‘આ લૂક ગમ્યા’ તેમ લખ્યું છે અને સાથે રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે.

આ સિવાય ફેન્સને પણ તેનો અલગ-અલગ મૂડ પસંદ આવ્યો છે અને તેને ‘ક્વીન’ કહી છે. તો અમુકે આ ફિલ્મ બોક્સઓફિસ પર સારી ચાલશે તેવી આશા વ્યક્ત કરી છે. કરીના કપૂર ઘણા દિવસોથી લંડનમાં છે અને નાનો દીકરો જેહ પણ તેની સાથે ગયો છે.

જ્યારે તૈમૂર પિતા સૈફ અલી ખાન પાસે મુંબઈમાં છે. શૂટિંગમાંથી સમય મળતાં એક્ટ્રેસ જેહ સાથે ત્યાંના રસ્તા પર ફરવા નીકળે છે. થોડા સમય પહેલા જ ત્યાં તે ફોઈ રીના જૈન, ભાઈ અરમાન જૈન, ભાભી અનિસા મલ્હોત્રા અને બહેન કરિશ્મા કપૂર સાથે હેંગઆઉટ કરતી દેખાઈ હતી.

કરીના કપૂરે દિવાળીના તહેવાર પર નાનકડો બ્રેક લીધો હતો અને પરિવાર પાસે પરત ફરી હતી. આ દરમિયાન તેણે પતિ સાથે ૧૦મી વેડિંગ એનિવર્સરી પણ મનાવી હતી. ત્યારબાદ વર્ક કમિટમેન્ટ પૂરું કરવા ફરી જેહ સાથે લંડન ફ્લાઈટ પકડીને ઉપડી હતી. એક્ટ્રેસ પાસે હંસલ મહેતાની ફિલ્મ સિવાય સુજાેય ઘોષની ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્સ એક્સ’ છે, જેમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ છે.

ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. છેલ્લે તે આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાઈ હતી, જે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.