ઝઘડિયાના વાલીયા ખાતે યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ સભા ગજવી

બીટીપીના છ થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચો તથા બીટીપીના જીલ્લા પ્રમુખ બીટીપીને રામ રામ કહી ભાજપનો ભગવો ધારણ કર્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં રાજ્યભરમાં આજે ઝંઝાવાતી પ્રચારની શ્રી ગણેશ કર્યા છે.ચૂંટણીના ઝઘડિયા જીલ્લામાં પણ ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાલિયા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સભાની શરૂઆતમાં જ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના અને વાલીયા તાલુકાના છ થી વધુ સરપંચો, બીટીપીના જીલ્લા પ્રમુખ તેમના ટેકેદાર સાથે બીટીપીને રામરામ કરી ભાજપમાં જાેડાયા હતા.
યોગી આદિત્યનાથ ના સભા મંડપમાં પ્રવેશતા જય શ્રી રામના નારા લાગ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સોમનાથ કાશી વિશ્વનાથ મહાકાલેશ્વર જેવા અનેક હિંદુ ધર્મના ધર્મસ્થાનોનો ખૂબ મોટાપાયે વિકાસ કર્યો છે અને શ્રદ્ધાળુઓને સુવિધા માટે ખૂબ મોટી અને અધતન સુવિધા ઉભી કરી છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી યોગી એ ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં રિતેશ વસાવાને જીતાડવાનો સંકલ્પ ઉપસ્થિત જનમેદની પાસે હાથ ઊંચા કરી લેવડાવ્યો હતો.
વાલીયા તાલુકાના ભાજપા આગેવાન કમલેશભાઈએ જણાવ્યું હતું કે આપણે ઘરમાં બેસી રહે તેવા ધારાસભ્ય ની જરૂર નથી આપણે એવા ધારાસભ્ય ની જરૂર છે જે લોકોના ઘરે-ઘરે જઈ આંસુ લુછી શકે અને દરેક જરૂરિયાતમંદ તાલુકાવાસીને મદદ પહોંચાડવામાં અગ્રેસર રહે.
સંવિધાનની લડત લડવાના નામ પર તેનો છેદ ઉડાડ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંવિધાનની રક્ષા માટે દ્રોપદી મુરમૂ જેવા રાષ્ટ્રપતિને રક્ષામાં બેસાડ્યા છે.આપણે આ વખતનો મોકો ચૂકવાનો નથી અને રિતેશભાઈ વસાવાને જંગી બહુમતીથી ચૂટી લાવવાના છે તેમ જણાવ્યું હતું.