ધોળકા વિધાનસભા મતવિભાગ માટે જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વર નિમાયા
ચૂંટણી અધિકારી, ૫૮-વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર, ધોળકાની એક અખબારયાદીમાં જણાવ્યા મુજબ ૫૮- ધોળકા વિધાનસભા મતદાન વિભાગ સામાન્ય ચૂંટણી ૨૦૨૨ના અનુસંધાને મામલતદાર કચેરી ધોળકા ખાતે ૨૪*૭ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવેલ છે.
જેનો ટેલીફોન નંબર (૦૨૭૧૪) ૨૨૨૩૦૩ છે. આ ઉપરાંત ૫૮-ધોળકા વિધાનસભા મત વિભાગ સામાન્ય ચૂંટણી ૨૦૨૨ના ચૂંટણી સંચાલનના નિરીક્ષણ માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી ધર્મેન્દ્રસિંહ (IAS)ને નિયુક્તિ કરવામાં આવેલ છે.
જેમનો મોબાઇલ નંબર ૮૩૨૦૪૨૫૭૪૩ છે. આ ઉપરાંત ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી સુરેશકુમાર કટારીયા (IRS)ની નિમણૂક કરવામાં આવેલ છે. જેમનો મોબાઇલ નંબર ૯૧૦૬૨૬૦૮૬૬ છે.