Western Times News

Gujarati News

વીજ ટ્રાન્સફોર્મર પર દીપડી ચડી જતાં કરૂણ મોત

ગીર ગઢડા તાલુકાના કરેણી ગામે ચાર વર્ષની એક દીપડી વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગઈ હતી અને પલકવારમાં જ વીજશોક લાગતાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ કરેણી અને કાણકિયા ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

ગામની સીમમાં બચુભાઈ બોઘાભાઈ મોરીની વાડીએ આવેલ ટ્રાન્સફોર્મર ઉપર આ ઘટના બની હતી. આ ઘટનાથી જીવદયા પ્રેમી લોકોમાં દુઃખની લાગણી છવાઈ છે.

આ ઘટનાની જાણ જશાધાર જંગલ ખાતાને કરવામાં આવતા સમગ્ર સ્ટાફ દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.