લોટરીમાં કરોડો જીતી લાવ્યો પતિ, થેલો લઈ પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની

નવી દિલ્હી, પૈસા જાેઈને ઘણી વાર લોકોના રંગ બદલાઈ જતાં હોય છે. કંઈક આવું જ થાઈલેન્ડમાં એક શખ્સ સાથે થયું. લોટરીમાં કરોડો રૂપિયા કૈશ જીતવાનો જશ્ન થોડા દિવસ બાદ માતમમાં ફેરવાઈ ગયો. હકીકતમાં થાઈલેન્ડમાં એક શખ્સે લોટરીમાં ૬૦ લાખ બાટ એટલે કે ભારતીય રુપિયામાં તે લગભગ ૧ કરોડ ૩૬ લાખ થાય છે. પણ આ પૈસાને લઈને તેની પત્ની પોતાની સાથે પ્રેમી સાથે ફરાર થઈ ગઈ.
આપને જણાવી દઈએ કે, આ બંનેના લગ્નને ૨૬ વર્ષ થઈ ચુક્યા હતા. મનિત પહેલાથી પત્ની સાથે યોજના બનાવી રહ્યો હતો કે જીતનો એક ભાગ મંદીરમાં દાન કરી દેશે અને બાદમાં તેને પરિવારની વચ્ચે વહેંચી નાખશે. જેના માટે એક સમારંભનું પણ આયોજન કર્યું હતું.
બીજી બાજૂ મંદિરમાં પણ આવા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાે કે, પત્નીએ તો પહેલાથી જ કંઈક જુદો પ્લાન બનાવી રાખ્યો હતો. મંદિરમાં આયોજીત સમારંભમાં મનિતે કોઈ એવા વ્યક્તિને જાેયો, જેને તે જાણતો નહોતો.તેથી તેણે પોતાની પત્ની અંગકનારતને પુછ્યું કે, તે કોણ છે. ત્યાર બાદ પત્નીએ કહ્યું કે, તે મારો સંબંધી છે. હકીકતમાં આ શખ્સ તેની પત્નીનો પ્રેમી હતો.
અને આ કપલ રોકડ રૂપિયા લઈને કાર્યક્રમમાંથી ભાગી ગાય હતા. પોલીસે કહ્યુ કે, તે મનિતની મદ કરવામાં અસમર્થ છે, કારણ કે ૨૬ વર્ષ સુધી એક સાથે રહેવું અને ત્રણ બાળકો હોવા છતાં પણ તેની પત્ની અને પતિએ ક્યારેય પણ સત્તાવાર મેરેજ સર્ટિફિકેટ પર સાઈન નહોતી કરી.
મનિતે કહ્યું કે, પોતાની પત્નીના આવા ર્નિણય અને સંબંધ વિશે ભૂતકાળમાં ક્યારેય ખબર જ નથી પડી. તેના જણાવ્યા અનુસાર, બધું જ બરાબર ચાલી રહ્યું હતું. જાે કે, મનિતના દીકરાએ જણાવ્યું કે, તેને આ પ્લાન વિશે ખબર હતી અને તેને આ બાબતને લઈને પોતાની માતાનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં તો તેઓ ચાર કલાકની ડ્રાઈવ કરીને ખૂબ આગળ નિકળી ગયા હતા.
પોલીસે કહ્યું કે, તેઓ હવે કશું નહીં કરી શકે. આવું લાગે છે કે, મનિતે પૈસા ગિફ્ટમાં આપી દીધા. તેનો એક માત્ર વિકલ્પ છે, આ પૈસા પાછા લાવવા માટે તેને રાજીખુશીથી મનાવે.SS1MS