Western Times News

Gujarati News

ક્વોલિટી ફૂડના નામે ગ્રાહક પાસે વસૂલ્યું ૧.૩ કરોડનું બિલ!

નવી દિલ્હી, સામાન્ય રીતે જેટલા બજેટમાં લોકો પોતાના આખા પરિવાર સાથે બેસીની જમી લે છે અથવા નાની-મોટી પાર્ટી કરી લે છે, એટલામાં જ નુસ્ર અત રેસ્ટોરેંટમાં માત્ર કબાબ મળે છે. આ રેસ્ટોરન્ટ તુર્કીમાં જન્મેલા શેફ નુસરત ગોક્સેએ ખોલી છે અને આ રેસ્ટોરન્ટમાં ખાવાથી વધુ તેના હાઇ-ફાઇ પ્રાઇસની ચર્ચા દુનિયાભરમાં થાય છે.

જાેકે આ વખતે તો હદ જ થઇ ગઇ, જ્યારે એક કસ્ટમરનું બિલ કરોડમાં પહોંચી ગયું. દુનિયાભરમાં પોતાના જમવા માટે પ્રખ્યાત ટર્કિશ શેફ એટલે કે નુસ્ર અત ફોક્સે પણ પોતાના હાથથી બનાવેલ ડીશની નુમાઇશ કરવામાં પાછળ રહેતા નછી.

તાજેતરમાં જ તેણે પોતાના રેસ્ટોરન્ટમાં આવેલા કસ્ટમરને ચાર્જ કરેલા બિલની કોપીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તો લોકોને લાગ્યું કે, આ રેસ્ટોરન્ટમા જમવા માટે પોતાની કિડની વેચવી પડશે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તો એવું પૂંછી લીધુ કે શું આ રેસ્ટોરન્ટનું રાશન ચાંદ પરથી આવે છે કે શું? અબુધાબીમાં નુસ્ર એટ રેસ્ટોરન્ટની બ્રાન્ચમાં આવેલા એક મહેમાને ૧.૩ કરોડ રૂપિયાનું ભોજન ખાધું.

તમે પણ વિચારતા હશો કે તેણે એવું શું ખાધું પીધું કે બિલ એક કરોડથી ઉપર પહોંચી ગયું. આ બિલ રસોઇયાએ પોતે તેમના એકાઉન્ટથી શેર કર્યું છે, જેની તારીખ ૧૭ નવેમ્બર, ૨૦૨૨ છે. ગ્રાહકે ફ્રેન્ચ ફ્રાઈસ અને રેસ્ટોરન્ટની કેટલીક પ્રખ્યાત વાનગીઓ સિવાય વિશ્વની સૌથી મોંઘી વાઇનમાંથી એકનો ઓર્ડર આપ્યો હતો, આખું બિલ છઈડ્ઢ ૬૧૫,૦૬૫ એટલે કે રૂ. ૧.૩ કરોડમાં આવ્યું હતું.

શેફે આ પોસ્ટ સાથે કેપ્શન આપ્યું છે – ‘ક્વોલિટી ક્યારેય મોંઘી હોતી નથી. આ પોસ્ટ જાેયા પછી લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું.

એક યુઝરે લખ્યું- શું ચંદ્ર પર ફ્રેન્ચ ફ્રાઈસ બટાકા ઉગે છે? આ પહેલા પણ એક વ્યક્તિએ નુસ્ર એટ લંડન (સોલ્ટ બાનું નુસર-એટ લંડન) ખાતે ખાધા બાદ તેનું બિલ ટિ્‌વટર પર શેર કર્યું હતું, જે મુજબ તેણે ત્રણ મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ ૧૨ લાખનું બિલ ચૂકવવું પડ્યું હતું.

આ બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું અને ત્યારે પણ લોકોએ રેસ્ટોરાંમાં ઉપલબ્ધ ભોજનની કિંમત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આખરે આટલી ઊંચી કિંમતે સાદી વસ્તુઓ વેચવાનું કારણ શું છે, ઇન્ટરનેટ પર અવાર-નવાર ચર્ચા ચાલુ થઇ જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.