Western Times News

Gujarati News

માનવ સન્માન, લોકશાહી અને ન્યાય એ રૂલ ઓફ લોના મહત્વના અંગો છે – પૂર્વ ચીફ જસ્ટીસ રમના

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિખિલભાઇ કરિયલની બદલી રોકવા વકીલોની રજૂઆત બાદ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ પુનઃ સમીક્ષા કરશે? સાથે વકીલમાં અનેક તર્ક વિતર્ક?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે ડાબી બાજુની તસ્વીર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલભાઇ કરિયલ છે જેમની બિહારની પટના હાઇકોર્ટમાં સુપ્રીમકોર્ટની કોલેજીયમે બદલી કરતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મુદ્દે વકીલોની ચર્ચામાં અનેક તર્ક વિતર્ક પણ સાંભળવા મળે છે

કોઈ કહે છે થલતેજના વેપારી ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના બંગલે બોલાવી મારવા અને ધમકાવવાના ગુનામાં થયેલી ફરિયાદમાં ગુજરાત હાઇકોર્ટના ડેઝીગ્નેટેડ સિનિયર એડવોકેટ આઈ એચ સૈયદને જસ્ટિસ શ્રી નિખિલભાઇ કરિયલે આગોતરા જામીન આપતા એવું અવલોકન કરેલું કે “સિનિયર એડવોકેટ છે તેમને અપમાનિત કરવા અને બદનામ કરવા અને તેમની ઈમેજ ખરડવા માટે તેમને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા હોય એવું લાગે છે”!!

આ કેસને ધ્યાનમાં રાખીને સુપ્રીમકોર્ટની કોલેજીયન સમક્ષ કદાચ ભ્રાહ્મક રજૂઆત થઈ હોય અથવા અન્ય કેસમાં સરત ચૂકતી થયેલું અવલોકન ધ્યાનમાં રાખીને કોલેજીયમ સમક્ષ ખોટી રજૂઆત કરાઈ છે કે શું? આવી ચર્ચા એ પણ જાેર પકડ્યું છે!

ત્યારે વકીલોના એક જૂથમાં એવી ચર્ચા ચાલે છે કે હાલ કેન્દ્ર સરકારને કોલેજીયન પ્રથા ગમતી નથી કારણ કે રાજકારણીઓ ન્યાયાધીશો ની નિયુક્તિ માં સીધો હસ્તક્ષેપ કરી શકતા નથી માટે કોલેજીયનના એક બે ન્યાયાધીશોને ગેરમાર્ગે દોરી કોલેજીયમ પાસે એવો નિર્ણાયક કરાવે જેથી કોલેજીયમ અને વકીલો સામ સામે આવી જાય?

ને કોલેજીયમ પ્રથા બદલવાનો પ્રચાર કરવાનો સરકારને મુદ્દો મળે? આવા અનેક તર્ક વચ્ચે ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ, વકીલો ની રજૂઆત સાંભળી જસ્ટિસ શ્રી નિખીલભાઈ કરિયલની બદલી નો હુકમ અટકાવે છે કે શું ખુલાસા સાથે ર્નિણય કરે છે એ જાેવાનું રહે છે! બીજી તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ઇન્ટર તસવીર ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ ની છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)

સુપ્રીમકોર્ટની કોલેજીયમ પ્રથા સામે કેન્દ્ર સરકારને બદલાવ કરવો છે આ સંજાેગોમાં વકીલો અને કોલેજીયમને ટકરાવવા કોઈએ કોલેજીયમ પાસે ખોટો ર્નિણય તો કરાવ્યો નથી ને શંકા અનેક પણ તથ્ય શું ?

સુપ્રીમકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાએ કહ્યું છે કે “ભારતના જીવંત દસ્તાવેજ તરીકે દેશના બંધારણની પ્રસ્તાવના જ ‘રૂલ ઓફ લો’ ની વિભાવના રહેલી છે માનવ, સન્માન, લોકશાહી અને ન્યાય એ ‘રૂલ ઓફ લો’ના ત્રણ મહત્વના અંગો છે”!!

જ્યારે ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી.વાય ચંદ્રચુડે પણ કહ્યું છે કે “અદાલતે એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે નાગરિકોની આઝાદીના હનન સામે તેઓએ સંરક્ષણની પ્રથમ હરોળમાં ઊભા રહેવું જાેઈએ”!! ત્યારે ગુજરાતમાં નિડરતાપૂર્વક નિષ્પક્ષ રીતે દેશની બંધારણીય ગરિમા જાળવવામાં

અગ્રેસર જસ્ટીસ શ્રી નિખિલ કરીયલની એકાએક પટના હાઇકોર્ટ ખાતે બદલી કરતા તેના સમગ્ર વકીલ આલમ માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ સુધી રજૂઆત કરાઈ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.