Western Times News

Gujarati News

અમદાવાદમાંથી જંગ હારી ચુકેલા ૧૦ મહાનુભાવોએ ધારાસભ્ય માટે નસીબ અજમાવ્યુ

૧૬ બેઠકો માટે બે પૂર્વ મેયર, બે પૂર્વ સ્ટેન્ડિગ ચેરમેન, ૧ ડેપ્યુટી મેયર સહિત ૧પ વર્તમાન-પૂર્વ કોર્પોરેટરો મેદાનમાં

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય વિધાનસભા ચુંટણી- ર૦રરમાં અમદાવાદ શહેરના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરનો દબદબો જાેવા મળી રહયો છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત જ ખૂબ જ મોટી સંખ્યામાં જુના અને નવા કાઉન્સિલરોને ધારાસભ્ય બનવાની તક આપી છે.

તદ્‌ઉપરાંત વિધાનસભા કે મહાનગર પાલિકાની ચુંટણી હારી ચુકેલા નેતાઓને પણ વિધાનસભાની ટિકિટ ફાળવી બધાને ચોંકાવી દીધા છે. જયારે સામા પક્ષે કોંગ્રેસ પાર્ટીએ પણ વર્તમાન કોર્પોરેટરોને ટિકિટ ફાળવી નથી. અમદાવાદ શહેરની ૧૬ બેઠકો માટેના જંગમાં બે પૂર્વ મેયર, બે પૂર્વ સ્ટેન્ડિગ ચેરમેન અને એક ડેપ્યુટી મેયર પણ ચુંટણી લડી રહયા છે.

અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભા બેઠકો માટેના જંગમાં અંદાજે ૧૬ જેટલા વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો ચુંટણી લડી રહયા છે. એલિસબ્રીજ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મેયર અમિતભાઈ શાહને મેન્ડેટ આપ્યો છે

જયારે અસારવા બેઠક પર પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા તેમજ મણિનગર બેઠક પર પૂર્વ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન અમુલભાઈ ભટ્ટને ટિકિટ આપી છે. તેવી જ રીતે દરિયાપુર વોર્ડમાં કૌશિક જૈન અને દાણીલીમડામાંથી નરેશ વ્યાસને મેદાનમાં ઉતાર્યાં છે આ બંને મહાનુભાવો ભુતકાળમાં મ્યુનિ. કોર્પો.ની ચુંટણી હારી ચુકેલા છે.

તેવી જ રીતે બાપુનગરમાંથી સિટીગ કોર્પોરેટર દિનેશ કુસ્વાહને ટિકિટ આપી છે જેઓ ર૦૧પમાં કોર્પોરેશનની ચુંટણીમાં હાર્યા હતાં. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હસનલાલ એ મીમ પાર્ટીના બેનર હેઠળ દરિયાપુરમાંથી ઝંપલાવ્યું છે તેવી જ રીતે મીમ પાર્ટીના કોર્પોરેટર સુહાનાબેન મનસુરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી વેજલપુર વિધાનસભા માટે અપક્ષ દાવેદારી કરી હતી

પરંતુ છેલ્લા દિવસે તેમણે પરત ખેંચ્યું હોવાના સમાચાર છે. જયારે કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ પણ દાણીલીમડા વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારી કરી છે આમ અમદાવાદ શહેરમાં પ્રથમ વખત બે સીટીંગ મહિલા કોર્પોરેટર અપક્ષ દાવેદારી નોંધાવી વિધાનસભા ચુંટણી જંગ લડી રહયા છે. ભારતીય જનતા પાર્ટીએ ઠક્કરબાપાનગર બેઠક માટે સીટીંગ મહિલા કોર્પોરેટર કંચનબેન રાદડિયાને તક આપી છે.

અમદાવાદ શહેરની બેઠકો માટે રાજકીય પક્ષો દ્વારા જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે પૈકી ઘણાખરા ઉમેદવારો પ કે ૧૦ વર્ષ અગાઉ મ્યુનિ. કોર્પોરેટર તરીકે સેવા આપી ચુકયા છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ર૦૧૦-૧પની ટર્મમાં ઘાટલોડિયાના કોર્પોરેટર તરીકે ચુંટાયા હતાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ચાર વર્ષ સુધી મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પદે પણ ફરજ બજાવી હતી.

તેવી જ રીતે બાપુનગરના સીટીંગ ધારાસભ્ય અને ર૦રરના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પણ શહેરના મેયર પદે રહી ચુકયા છે. તેમણે ર૦૦૦થી ર૦૦૩ દરમિયાન સુધી મેયર તરીકે સેવાઓ આપી હતી ત્યારબાદ ર૦૦પ-ર૦૦૭ સુધી તેમણે મ્યુનિ. વિપક્ષી નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ર૦૧૭માં તેઓ પ્રથમ વખત બાપુનગર બેઠક પરથી ધારાસભ્ય પદે ચુંટાયા હતાં.

જમાલપુરમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાંથી સામ સામે લડી રહેલા ઈમરાન ખેડાવાલા અને ભુષણ ભટ્ટ પણ મ્યુનિ. કાઉન્સિલર તરીકે રહી ચુકયા છે. ભુષણ ભટ્ટ ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ખાડિયા વોર્ડમાં ચુંટાયા હતાં ત્યારબાદ તેમના પિતા સ્વ. અશોક ભટ્ટના નિધન બાદ થયેલી પેટા ચુંટણીમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે પેટા ચુંટણીનો જંગ જીત્યા હતા

ત્યારબાદ ર૦૧રમાં પણ તેઓ જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પરથી ચુંટણી જીત્યા હતા જયારે ર૦૧૭માં તેઓ હારી ગયા હતાં. સામા પક્ષે ઈમરાન ખેડાવાલા પણ ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચુંટાયા હતાં તેમજ ર૦૧૭માં ભાજપના ભુષણ ભટ્ટને હરાવી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતાં.

કોંગ્રેસ પાર્ટીએ નિકોલ બેઠક પરથી ભાજપના જગદીશ વિશ્વકર્મા સામે પૂર્વ કોર્પોરેટર રણજીત બારડને ટિકિટ આપી છે જેઓ ર૦૧પથી ર૦ર૦ દરમિયાન કોર્પોરેટર તરીકે ચુંટાયા હતાં જયારે ર૦ર૧માં કોર્પોરેશનની ચુંટણીમાં હાર્યાં હતાં. નરોડામાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી ર૦૧૭માં કોંગ્રેસના બેનર હેઠળ ચુંટણી લડયા હતા

જેમાં તેઓ બલરામ થવાણીની સામે હાર્યાં હતાં જયારે સાવરકુંડલા બેઠક પરથી લડી રહેલા મહેશ કસવાલા ર૦૧પમાં નિકોલ વોર્ડની કોર્પોરેશનની ચુંટણીમાં હારી ચુકેલા છે જેમને ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત ધારાસભ્ય બનવાની તક આપી છે.

આમ અમદાવાદ શહેરની ૧૬ બેઠકો માટે ચુંટણી લડી રહેલા વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો પૈકી કૌશિક જૈન, નરેશ વ્યાસ, રણજીત બારડ, ભુષણ ભટ્ટ, ઈમરાન ખેડાવાલા, દિનેશ કુસ્વાહ, ઓમપ્રકાશ, હિંમતસિંહ પટેલ અને મહેશ કસવાલા તેમની રાજકીય સફર દરમિયાન કોર્પોરેશન કે વિધાનસભા, અને લોકસભામાં જંગ એકાદ વખત હારી ચુકયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.