Western Times News

Gujarati News

સમગ્ર ગુજરાતના માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે

(એજન્સી)અમદાવાદ, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યાં માલધારી સમાજે ભાજપ સામે બાંયો ચઢાવી છે. માલધારી સમાજની માંગણીઓ પૂરી ન થતા સમાજના અગ્રણીઓ લાલઘુમ થયા છે, અને ભાજપ વિરોધી મતદાન કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જાહેરાત કરી કે, આ વિધાનસભાની ચૂંટણીમાં માલધારી સમાજ ભાજપ વિરોધમાં મતદાન કરશે. ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ કહ્યું કે, માલધારી સમાજના પડતર પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ ગયું છે.

આવનારા સમયમાં માલધારી સમાજની અવગણના ન થાય તેમજ સમાજના જુના પ્રશ્નો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ છે. માલધારી વસાહતો બનાવવાની અમારી માંગ પણ પૂર્ણ નથી કરાઈ. શરમમાં આવી માલધારી મત બગાડશે તો આવનારી પેઢી માફ નહિ કરે.

આ સાથે નાગજી દેસાઈએ ભાજપ વિરોધી મતદાન કરી સરકારની સાન ઠેકાણે લાવવા સમાજને આહવાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો હતો, જેથી ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.