Western Times News

Gujarati News

મતદાન જાગૃત્તિ અર્થે ચૂંટણીતંત્ર દ્વારા સહી ઝુંબેશનુ આયોજન

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન જાગૃત્તિ અર્થે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સહી ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાનાં ૨૫૦ સ્થળો ખાતે આ સહી ઝુંબેશ યોજાશે. ગાંધીનગર જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં મતદાન જાગૃત્તિની સહી ઝુંબેશમાં ભાગ લે તે માટે ૧૮ કૉલેજાેમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે.

રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીતંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં નાગરિકો ભાગ લે તેવા આશયથી ‘અવસર લોકશાહીનો’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ મામલે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અઘિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જ્યાં મતદાન ઓછું થયું હતું, તેવાં સ્થળો પર પણ “અવસર રથ’ થકી મતદારોને જાગૃત્ત પણ કરવામા આવ્યા હતા. સાથે સાથે તેમને મતદાનનું મહત્વ પણ સમજાવામાં આવ્યું હતુ.

જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે કાર્યરત સ્વીપની કામગીરી અંતર્ગત આવતી કાલે ૨૩મી નવેમ્બરના રોજ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ જિલ્લાના ૨૫૦ જાહેર સ્થળો ખાતે યોજાવામાં આવશે. જેમાં જિલ્લાના ૫૫ મતદાન બુથ કે જયાં મતદાન ઓછું થયું હતું ત્યાં આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

જેથી વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે આગળ આવી શકે. તેની સાથે આ કાર્યક્રમ થકી યુવાઓ મતદાન કરવા પ્રેરાય અને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીને સાચા અર્થમાં સાર્થક કરે તે માટે જિલ્લાની ૧૮ કોલેજાેમાં પણ આ કાર્યક્રમ યોજીને યુવા વર્ગમાં પણ મતદાન માટે જાગૃતિ લાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.