એક સમયે સાનિયા મિર્ઝા પર વરુણ ધવનને હતો ક્રશ
મુંબઈ, ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યૂ કરનારા વરુણ ધવનના એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જ દસ વર્ષ પૂરા થયા છે. તેણે અત્યારસુધીના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને તે લાખો યુવતીઓનો ક્રશ પણ છે. જાે કે, તમને જાણીને નવાઈ લાગશે કે કોલેજ લવ નતાશા દલાલ સાથે લગ્ન કરનારો વરુણ એકસમયે કોઈ એન્ટ્રેસ નહીં પરંતુ સ્પોર્ટ પર્સન પાછળ પાગલ હતો.
તેને જેના પર ક્રશ હતો તે બીજી કોઈ નહીં પરંતુ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હતી. વરુણ ખૂબ જલ્દી ક્રીતિ સેનન સાથે ફિલ્મ ભેડિયામાં જાેવા મળવાનો છે, જે ૨૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ પહેલા બંને પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ જ સંદર્ભમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે સાનિયા મિર્ઝા પ્રત્યે ક્રશનો ખુલાસો કર્યો હતો તેમજ એક રસપ્રદ કિસ્સો પણ જણાવ્યો હતો.
વરુણ ધવને કહ્યું હતું કે મને સાનિયા મિર્ઝા પર ક્રશ હતો. હું તે સમયે એક પ્રોડક્શન હાઉસમાં ઈન્ટર્નશિપ કરતો હતો. અમે એક જાહેરાત પર કામ કરી રહ્યા હતા, જેમાં સાનિયા મિર્ઝા હતી. એકવાર સાનિયાએ મને સફરજન લઈ આવવા માટે કહ્યું હતું, જ્યારે હું સફરજન લઈને પરત આવ્યો ત્યારે સાનિયાના મમ્મી નસિમા મિર્ઝાએ મને અટકાવ્યો હતો અને ક્યાં જઈ રહ્યો છું તેવો સવાલ કર્યો હતો.
ત્યારે મેં કહ્યું હતું આ સફરજન સાનિયા માટે છે. મને તેના પર ક્રશ હોવાથી મેં તેને મેમ કહી નહોતી. જ્યારે તેના મમ્મીએ કહ્યું કે ‘સાનિયાને સફરજન પસંદ નથી’ તો હું સહેજ ડરી ગયો હતો.
હું તેમની સામે ધ્રૂજવા લાગ્યો હતો પરંતુ સાનિયાએ દખલગીરી કરી હતી અને મને બચાવ્યો હતો. સાનિયાએ તેને સફરજન જાેઈતા હોવાનું અને તેના કહેવા પર જ હું ખરીદવા ગયાનું જણાવ્યું હતું. ત્યારબાદ મેં રાહતનો શ્વાસ લીધો હતો’.
હાલમાં સાનિયા મિર્ઝા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે પતિ શોએબ મલિકથી અલગ થઈ રહી હોવાના સમાચાર છવાયા હતા. પતિએ દગો આપતાં તે તેનાથી સેપરેટ થઈ હોવાનું પણ રિપોર્ટ્સમાં કહેવાયું હતું. જાે કે, આ બધી ચર્ચાની વચ્ચે કપલે ધ મિર્ઝા મલિક નામના શોની જાહેરાત કરીને અફવા ઉડાવનારાના મોં બંધ કર્યા હતા.SS1MS