પરિવારની સાથે ફરવા નીકળી ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે તાજેતરમાં જ પોતાના દીકરા વાયુ કપૂર અહુજાની પ્રથમ ઝલક ફેન્સને બતાવી છે.
દીકરાના જન્મ પછી સોનમ કપૂરે તેનો ચહેરો છુપાવી રાખ્યો હતો.
પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ પર જે મોન્ટાજ વીડિયો શેર કર્યો છે તેમાં વાયુનો ચહેરો બતાવ્યો છે. આ ફ્રેમમાં જાેઈ શકાય છે કે, સોનમ કપૂર અને તેનો પતિ આનંદ અહુજા દીકરા પર પ્રેમ વરસાવી રહ્યા છે. વચ્ચે ગોળમટોળ વાયુનો ચહેરો જાેવા મળી રહ્યો છે.
સોનમ કપૂરે વીડિયો શેર કર્યો છે, જેમાં તે પતિ આનંદ અહુજા અને વાયુ સાથે કારમાં જઈ રહી છે. આનંદ અહુજા કાર ડ્રાઈવ કરી રહ્યો છે અને વાયુને બેકસીટ પર સ્ટ્રોલરમાં બેસાડવામાં આવ્યો હતો. વીડિયોમાં દર્શાવવામાં આવેલી ઝલક પરથી લાગી રહ્યું છે કે સોનમ કપૂર પરિવાર સાથે કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગઈ હશે. કારણકે રસ્તા પર એ પ્રકારના હતા. ત્યારપછી દીકરાને ખોળામાં લઈને ચાલતો આનંદ અહુજા પણ દેખાઈ રહ્યો છે.
અન્ય એક સીનમાં તમે જાેઈ શકશો કે વાયુ સ્ટ્રોલરમાં છે અને અનિલ કપૂર તેમજ આનંદ અહુજા તેને લઈને ચાલી રહ્યા છે. આ વીડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તેની કોઈ ચોખવટ કરવામાં નથી આવી. પરંતુ ચોક્કસપણે દીકરા સાથે સમય પસાર કરવા માટે તેઓ બહાર નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં સોનમ કપૂરે ટેલર સ્વિફ્ટનું એક ગીત એડિટ કર્યું છે. કેપ્શનમાં તેણે આનંદ અહુજાની સાથે માતા-પિતાને ટેગ કર્યા છે. ફેન્સ અને મિત્રો વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ જ વર્ષે ૨૦મી ઓગસ્ટના રોજ વાયુનો જન્મ થયો હતો. સોનમ કપૂરે તાજેતરમાં જ વાયુની નર્સીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રીએ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં વાયુ માટે સુંદર નર્સરી તૈયાર કરાવી છે, જેમાં નાની સુનિતાએ ખૂબ મદદ કરી હતી. નર્સરીની થીમ ક્લાસિક રાખવામાં આવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો સોનમ હવે બ્લાઈન્ડ નામની ફિલ્મમાં જાેવા મળશે. પ્રેગ્નેન્સી પહેલા જ આ ફિલ્મ માટે શૂટિંગ સમાપ્ત કરવામાં આવ્યુ હતું.SS1MS