Western Times News

Gujarati News

સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન સામ-સામે

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ છે. સમગ્ર દેશની નજર જામનગરની ૭૮ વિધાનસભા બેઠક પર ટકેલી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.

જ્યારે જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં છે અને તેમના ભાભી સામે તેમના પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. બંને વચ્ચે શબ્દયુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. અને હવે મામલો એ હદે પહોંચી ગયો છે કે નયનાબાએ રીવાબા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો રોડ શો, પત્ની રિવાબા માટે રવિન્દ્ર નો ભવ્ય પ્રચાર, મોટી સંખ્યામાં બાઈકસવારો જોડાયા હતા.

તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. નયનાબાએ આરોપ લગાવ્યો હતો કે રીવાબા ચૂંટણી જીતવા માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે.

નયનાબાએ આરોપ લગાવ્યો હતો કે રીવાબા ચૂંટણી જીતવા માટે પ્રચારમાં ૧૦ વર્ષથી નીચેના બાળકોને સામેલ કરે છે જે તદ્દન ખોટું છે. તેમણે વધુમાં કહ્યું કે મોટું નામ હોવાના કારણે રેલીમાં ભૂલો થઈ રહી છે. અમે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. હવે જાેવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ અંગે શું કાર્યવાહી કરે છે.

નયનાબાએ એવો પણ દાવો કર્યો છે કે લગ્ન પછી પણ રીવાબાએ પોતાનું નામ બદલ્યું નથી. તે હજુ પણ પોતાનું આખું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી લખે છે. તે જ સમયે, રીવાબા કૌંસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખે છે. તે માત્ર રવિન્દ્રના નામનો ઉપયોગ કરી રહી છે.

પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, જેમણે કોંગ્રેસ પર આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો, તેઓ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)માં જાેડાયા હતા.

રાઠોડે સોમવારે મોડી રાત્રે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું મોકલી આપ્યું હતું. તેઓ ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક પરથી ધારાસભ્ય હતા. કોંગ્રેસે તેમની ટિકિટ નકારી હતી જેના કારણે તેઓ નારાજ થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.